બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Look at the power of the leaders brother yung of Surat was hit with an air pipe

રોષ / VIDEO: નેતાના ભાઇનો પાવર તો જૂઓ, સુરતના દિવ્યાંગ કિશોરને એરપાઈપથી ફટકાર્યો

Kishor

Last Updated: 11:59 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં નેતાના ભાઈએ દાદાગીરી કેળાંની લારી ચલાવતા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકારતા લોકોમાં સવાલો ઊભા થયા છે.

  • સુરતના ડિંડોલીમાં નેતાના ભાઈની દાદાગીરી
  • દિવ્યાંગ કિશોરને લાકડીથી ફટકાર્યો
  • નેતાનો ભાઈ ગુંડાગીરી પર ઊતરી આવ્યો

સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલો થવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આ નવી ઘટનાએ લોકોમાં રોષની લાગણી જન્માવી છે. કારણ એ છે કે, આ શહેરમાં હવે નેતા જ નહીં પરંતુ તેમના ભાઈઓ પણ સરાજાહેર દાદાગીરી કરીને ખૌફ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.સુરતના ડિંડોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અને શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લીધો હતો. જેમા નેતાના ભાઈએ દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકારતા લોકોમાં રોષ ફેલાયો હતો.


 

લારી હટાવવાનું કહ્યા બાદ દિવ્યાંગ પર નેતાનો ભાઇ તુંટી પડ્યો
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાંનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમણે  કેળાંનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહ્યું હતું. જો કે, કિશોર હજુ પોતાની લારીને આગળ ધકેલે તે પહેલાં તો કૃપાશંકર ક્રોધિત થઈને માસૂમ કિશોર પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. કિશોર હાથ જોડતો રહ્યો અને કૃપાશંકર લાકડીના ફટકા મારતા રહ્યા, નેતાના ભાઈનુ આવું સ્વરૂપ જોઈને આસપાસમાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

 

સ્થાનિકો દ્વારા વીડિયો બનાવી વાયરલ કરાયો
જો કે, દયાશંકરના ભાઈ કૃપાશંકર દ્વારા માર મારવાની ઘટનાનો વીડિયો સ્થાનિકો દ્વારા મોબાઈલમાં ઉતારી લેવામાં આવ્યો હતો, જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયઇલ થયો છે. સમગ્ર ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલ એ  છે કે, નગરસેવકોના ભાઈ જ જો સામાન્ય જનતા સાથે આવો વ્યવહાર કરશે તો જનતા ન્યાય અને સુરક્ષાની આશા કોની પાસે રાખશે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ