ઓલંપિક ચેમ્પિયને સોશિયલ મીડિયામાં શેર કરી મનની વાત, રિલેશનશિપ અંગે ઇમોશનલ પોસ્ટ કરી શેર
ઓલંપિક પ્લેયરે શેર કરી મનની વાત
રિલેશનશિપને લઇને ઇમોશનલ પોસ્ટ કરી શેર
લગ્ન પહેલા સેક્સ ન કરવાના નિર્ણયથી થઇ ટ્રોલ
ફિલ્મ સ્ટાર, સ્પોર્ટ્સ પર્સન સહિત સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ ફેન્સા સાથે સારી અને દુઃખદ ઘટનાઓ પણ શેર કરતા રહે છે. ત્યારે એક ફેમસ ઓલંપિક ખેલાડીએ એક એવી પોસ્ટ કરી કે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આ ખેલાડી ઘણી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
લોલો જોન્સે ઇમોશનલ પોસ્ટ કરી શેર
જી, હા વાત છે લોલો જોન્સની. જેણે એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે એક નિર્ણય લીધો હતો કે તે લગ્ન પહેલા સેક્સ નહી. આ બાબતે ખેલાડીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોની કમેન્ટ્સ અને રિલેશનશિપથી પરેશાન અમેરિકી એથ્લિટે એક ઇન્સ્ટા પોસ્ટ શેર કરી છે.
મે એક છોકરાને બ્લોક કરી દીધો- જોન્સ
39 વર્ષીય ઓલિમ્પિક હર્ડલર અને બોબસ્લેડર લોલો જોન્સે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે આજે મેં તે છોકરાને બ્લોક કરી દીધો જેની સાથે હું છેલ્લા 8 મહિનાથી વાત કરી રહી હતી. હું તેને વધારે સહન કરી શકું તેમ નથી. તે મને મિક્સ સંકેતો આપે છે. તે લગ્ન અને બાળકો વિશે વાત કરે છે પરંતુ તે મને ફ્રેન્ડ ઝોનમાં રાખે છે. મને મળવા માટે તેને ક્યારેય સમય મળતો નથી. દિલથી હું ખૂબ ભાર અનુભવી રહી છું.
લગ્ન કરવાની ઇચ્છા વધી રહી છે- જોન્સ
જોન્સે આગળ લખ્યું - હું મારી ડેટિંગ લાઈફથી ખૂબ જ પરેશાન છું. હું સતત ભગવાનને પ્રાર્થના કરું છું કે મને એક સારો છોકરો એટલે કે જીવનસાથી મળે. હું વર્ષો સુધી રડવા છતાં ભગવાન પાસે સારો પતિ ઇચ્છી રહી છું. જોન્સે પોતાની લાગણીઓ વિશે આગળ જણાવ્યું કે મેં ભગવાનને પ્રાર્થના પણ કરી છે કે જો તે મારા લગ્ન કરાવવા ન ઇચ્છતા હોય તો મારી ઇચ્છાઓને પણ ખતમ કરી દે. પરંતુ જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ લગ્ન કરવાની ઇચ્છા વધી રહી છે. મને પણ ઇચ્છા થાયકે મારુ ફેમિલી હોય. પરંતુ હંમેશા મારુ દિલ તૂટતુ જ રહે છે.
જોન્સે વધુમાં જણાવ્યું કે પુરુષો મને હેરાન કરે છે કારણ કે લગ્ન પહેલા હું સેક્સ કરવા નથી માગતી. છોકરાઓ મને ડાયરેક્ટ મેસેજમાં લખે છે કે હું વૃદ્ધ થઈ રહી છું.. તેથી હું રડી રહી છું કે ભગવાન તમે ક્યાં છો, મારા મનની ઇચ્છા પુરી કરો. તમે કહો છોને એક કરતા બે ભલા. આના એક દિવસ પછી, જોન્સે બીજી પોસ્ટ શેર કરી. તેમાં તે હસતી જોવા મળી રહી છે.