Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં 64 ટકા મતદાન, કુલ વોટિંગ 66.40 ટકા

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં 64 ટકા મતદાન, કુલ વોટિંગ 66.40 ટકા

આજે લોકસભાની ચૂંટણીમાં અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન હતું. આજે 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન હતું. જેમાં બિહારની 8, હિમાચલ પ્રદેશની 4, મધ્યપ્રદેશની 8,પંજાબની 13, ઉત્તરપ્રદેશની 13, પશ્વિમ બંગાળની 9, ઝારખંડની 3, ચંદીગઢની 1 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું  છે. વારાણસી બેઠક પર પણ મતદાન થયું હતું.

અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં લોકસભા ચૂંટણી 2019માં કુલ મતદાન ગત વખતની 2014ની ચૂંટણી જેટલું 66.39 ટકા થયું હતું. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં પણ 66.40 ટકા મતદાન થયું હતું. 

સાતમા તબક્કામાં સરેરાશ 64.10% મતદાન

  • બિહાર: 53.36 %
  • હિમાચલ પ્રદેશ: 70.62 %
  • મધ્યપ્રદેશ: 75.51 %
  • પંજાબ: 65.14 %
  • ઉત્તરપ્રદેશ: 58.01 %
  • પ.બંગાળ: 73.51%
  • ઝારખંડ: 71.16 %
  • ચંડીગઢ: 63.57 %

લોકસભા ચૂંટણી 2019માં કુલ સાત તબક્કામાં મતદાન થયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં 69.57 ટકા, બીજામાં 69.44 ટકા, ત્રીજામાં 68.40 ટકા, ચોથામાં 65.50 ટકા, પાંચમા તબક્કામાં 64.16 અને છઠ્ઠામાં 64.40 ટકા મતદાન થયું હતુ. 

હિમાચલ પ્રદેશના કલ્પામાં સૌથી વૃદ્ધ 102 વર્ષના શ્યામ સરન નેગીએ મતદાન કર્યું. તેમણે પ્રથમવાર 1951માં મતદાન કર્યું હતું. 

 

ગુરુદાસપુરમાં હિંસા

પજાંબના ગુરુદાસપુરમાં કોંગ્રેસના સમર્થકમાં અંદરોઅંદર ઘર્ષણ થયું હતું. જેમા 3 કાર્યકર્તા ઘાયલ થયા હતા. આ ઘટના કોટ મોહનલાલ વિસ્તારની છે. આ સીટ પર અભિનેતામાંથી નેતા બનનાર સની દેઓલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છીએ. જ્યારે તેમની સામે કોંગ્રેસથી સુનીલ જાખડ ઉભા રહ્યા છે. આ સીટથી દિગવંત નેતા વિનોદ ખન્ના સાંસદ રહી ચૂક્યા છે. 
 

રવિશંકરે પટનામાં કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ ચરણના મતદાનમાં આજે બિહારની પટના સાહિબથી ભાજપના ઉમદેવાર રવિશંકર પ્રસાદે મતદાન કર્યું. બીજી તરફ રામકૃપાલે રાજેડી પર મતદારોને ધમકાવવાનો આરોપ મુક્યો છે. 

યોગી આદિત્યનાથે કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું  અંતિમ તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પણ વોટિંગ કર્યુ છે. સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર મતદાન કેન્દ્ર પરથી વોટિંગ કર્યુ છે. તો વોટિંગ પહેલા યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી.ત્યારબાદ તેઓએ ગૌમાતાની પૂજા કરી.

 

ગોરખનાથ મંદિર અને ગૌમાતાની પૂજા બાદ યોગી આદિત્યનાથ ગોરખપુર મતદાન કેન્દ્રએ પહોંચ્યા.. જ્યાં તેઓએ વોટિંગ કર્યું.. ઉલ્લેખનીય છે કે, ભાજપે ગોરખપુર સીટ પરથી ભોજપુરી અભિનેતા રવિ કિશનને મેદાને ઉતાર્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ