local body election gujarat : Hardik Patel could not vote for Congress
મતદાન /
આ કારણથી હાર્દિક પટેલ જ કોંગ્રેસને ન આપી શક્યા મત, કહ્યું 'અમારે વર્ષોથી પરંપરા છે...'
Team VTV11:33 AM, 28 Feb 21
| Updated: 02:40 PM, 28 Feb 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મતદાન કરવા પહોંચેલા હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને મત ન આપી શક્યા
વિરમગામમાં જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી
મોટો પરિવાર હોય ત્યા ઇશ્યૂ થતા હોય છે: હાર્દિક
હાર્દિક પટેલ મતદાન કરવા પહોંચ્યા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં મતદાન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા- તાલુકા પંચયત ને નગરપાલિકા માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ મતદાન કરવા માટે વતનમાં પહોંચ્યા હતા.
કોંગ્રેસને વોર્ડ નંબર 2માં ન હતા મળ્યા ઉમેદવાર
નોંધનીય છે કે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને જ મત આપી ન શક્યા કારણ કે તેમના વતન વિરમગામમાં નગરપાલિકા વોર્ડ નંબર 2માં મતદાન કર્યુ ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી.
અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલનું નિવેદન
જો કે, હાર્દિકે આ અંગે કહ્યું હતું કે, જે અપક્ષ ઉમેદવાર છે તે કોંગ્રેસ પ્રેરિત છે. તેમણે કહ્યું કે, વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે. સાથે જ ઘટતા મતદાન અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં વધુને વધુ મતદાન થાય તે જરૂરી છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે વિરમગામએ માત્ર એક ગામથી પણ ગુજરાતનું એક ઐતિહાસિક સ્થળ છે.
મોટો પરિવાર હોય ત્યા ઇશ્યૂ થતા હોય છે: હાર્દિક
હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં લોકોના હિતમાં જે મદદ કરવાની છે તે મેં ખૂબ કરી છે. નાની-મોટી સમસ્યા હશે તે મારા પરિવારની સમસ્યા છે તે હું ઘરમાં બેસીને સમાધાન લાવી દઇશ. કોંગ્રેસમાં ઇશ્યૂને લઈને તેમણે કહ્યું કે જ્યાં મોટો પરિવાર હોય ત્યાં નાની મોટી પરેશાન થતી હોય છે અને મને પૂરો ભરોસો છે કે ઘરની વાત ઘરમાં પતિ જશે.