બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / live in partner murder cases

પ્રેમાંધ યુવતીઓ ચેતે / દેશમાં ઓછા નથી આફતાબ ! લિવ ઈન પાર્ટનરની કતલના સાત એવા કિસ્સા જે તમારા રુવાંડા ઊભા કરી દેશે

Hiralal

Last Updated: 05:50 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 10 મહિનામાં મોટા શહેરોમાં લીવ ઈન પાર્ટનરની ઘાતકી હત્યાના 7 કેસ બન્યાં છે જેનાથી યુવતીઓએ ચેતવા જેવું છે.

  • છેલ્લા 10 મહિનામાં મોટા શહેરોમાં લીવ ઈન પાર્ટનરની ઘાતકી હત્યાના 7 કેસ 
  • દિલ્હી, મુંબઈ, કોલકાતામાં પહેલા યુવાનોએ પ્રેમનું નાટક કર્યું પછી યુવતીની કરી હત્યા
  • તાજો કિસ્સો મુંબઈમાં બન્યો, મનોજ નામના આધેડે 32 વર્ષની લિવ ઈન પાર્ટનરની કરી હત્યા 

લીવ ઈનમાં રહેતી યુવતીઓ કે છોકરીઓએ હવે ચેતવું પડે તેવી હાલત આવીને ઊભી છે. ફેરા લીધા વગર રહેતી ઘણી યુવતીઓ પ્રેમીના હાથે અત્યંત ઘાતકી રીતે મરી છે તેવા કેટલાક બનાવ અહીં જણાવાયા છે જે કોઈના પણ રુવાંડા ઊભા કરવા માટે પૂરતા છે. 

તાજો કિસ્સો મુંબઈનો 
મુંબઈથી આજે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં 56 વર્ષના આધેડ મનોજ સાનેએ તેની 32 વર્ષની લિવ ઈન પાર્ટનર સરસ્વતીની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે પુરાવાનો નાશ કરવા માટે સરસ્વતીની લાશને કરવતથી કાપી નાખી હતી. તેણે લાશના ટુકડાને કૂકરમાં ઉકાળ્યા અને કૂતરાઓ ખવડાવવાનું શરુ કર્યું હતું. પડોશીઓને ખરાબ ગંધ આવ્યા બાદ આ હત્યારાનું રહસ્ય ખુલ્યું હતું. 

લિવ-ઈન પાર્ટનરની પહેલા જ દિવસે હત્યા, બીજા દિવસે બીજી સાથે લગ્ન
દિલ્હીના સાહિલે કારમાં મોબાઈલ ચાર્જરથી પોતાની લિવ ઈન પાર્ટનર નિક્કી યાદવનું ગળું દબાવી દીધું હતું. તેણે લાશના ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા અને બીજા દિવસે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા. સાહિલે નિક્કીની હત્યા એટલા માટે કરી કારણ કે તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સાહિલ તેના પરિવારની ઇચ્છા અનુસાર લગ્ન કરવા માંગતો હતો. ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ યુવતીની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી.

આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કર્યા હતા
આફતાબ પૂનેવાલાએ દિલ્હીના મહરોલીમાં પોતાની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરને એક ભયાનક મોત આપ્યું હતું. આફતાબે પહેલા શ્રદ્ધાની હત્યા કરી, પછી તેના 35 ટુકડા કરી ફ્રીઝમાં મૂકી દીધા. 

બેંગ્લોરમાં દિલ્હીની યુવતીની હત્યા
બેંગ્લુરમાં પણ 2 વર્ષ સુધી સાથે રહ્યાં બાદ એક યુવાને તેની લિવ ઈન પાર્ટનર આકાંક્ષા નામની યુવતીનું પણ ફ્લેટમાં મર્ડર કરી નાખ્યું હતું.

ગર્લફ્રેન્ડની લાશ બેડમાં છુપાવીને ફરાર
મહારાષ્ટ્રના પાલઘરમાં હાર્દિક શાહ નામના છોકરાએ પણ તેની લિવ ઈન પાર્ટનર મેઘાની હત્યા કરીને તેની લાશ બિસ્તરમાં છુપાવીને ફરાર થઈ ગયો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

Nikki Yadav Murder Case Shraddha Walker murder case live in partner murder cases mumbai saraswati murder live in partner murder cases
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ