બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / liquor and meat banned in mathura, declared a pilgrimage

યુપી / જન્માષ્ટમીએ જે કહ્યું ગણેશ ચતુર્થીએ કર્યું : CM યોગીએ મથુરા-વૃંદાવન પર લીધો મોટો નિર્ણય, કૃષ્ણભક્તો થયા ખુશ

Parth

Last Updated: 04:57 PM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગણેશ ચતુર્થીનાં રોજ મથુરા અને વૃંદાવનને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય 
  • મથુરા અને વૃંદાવન તીર્થ ક્ષેત્ર જાહેર 
  • દારૂ અને માંસનાં વેચાણ પર પ્રતિબંધ 

યુપીમાં લેવાયો મોટો નિર્ણય 
ઉત્તર પ્રદેશ સરકારે મથુરા અને વૃંદાવનને લઈને આજે મોટો નિર્ણય કર્યો છે. હવે શ્રીકૃષ્ણ જન્મસ્થળ દસ કિમીનાં વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં આવનાર 22 નગર નિગમ વોર્ડમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

પ્રતિબંધને લઈને યોગી આદિત્યનાથનાં કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને જાહેરાત કરવામાં આવી છે. 

કૃષ્ણ ભક્તો ખુશ થયા 
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જન્માષ્ટમીએ મથુરામાં વાયદો અકર્યો હતો કે આ સ્થળને તીર્થસ્થળ જાહેર કરવામાં આવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં માંસ અને દારૂનું વેચાણ કરવું જોઈએ નહીં. જન્માષ્ટમીએ યોગી આદિત્યાનાથે જે કહ્યું હતું તે આજે ગણેશ ચતુર્થીનાં દિવસે લાગુ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ નિર્ણયનાં કારણે મથુરાનાં ઘણા બધા સંતો અને કૃષ્ણભક્તોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 

CM યોગીએ કરી હતી જાહેરાત 
આ સિવાય મુખ્યમંત્રીએ જન્માષ્ટમીએ એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયનાં કારણે જે લોકોનાં વ્યવસાય પર અસર પડવાની છે તેમને અમે બીજી જગ્યાએ કામ આપીશું પરંતુ આ વિસ્તારથી તેમને હટાવવામાં આવશે. કોઈને પરેશાન કરવામાં આવશે નહીં અને બધાનું વ્યવસ્થિત પુનર્વાસ કરવામાં આવશે. 

યુપીમાં મોટા પાયે ચાલી રહ્યું છે કામ 
યુપીમાં તીર્થસ્થળોમાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે. અયોધ્યા, વારાણસી, મથુરામાં સારામાં સારી સુવિધા ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ખુબ જ ઝડપી ચાલી રહ્યું છે. 2024 સુધીમાં રામ મંદિરનું કામ પૂર્ણ થઈ જાય તે રીતે કામ ચાલુ કરાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા કાશી વિશ્વનાથ કોરિડોરનું પણ ચાલી કામ ઝડપી રીતે ચાલી રહ્યું છે. હાલ યોગીએ   આ તમામ સ્થળે આવતા રસ્તાઓને નવા બનાવવાનો આદેશ આપી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ