બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LCB police beat two youths in Patan MLA of Patan demanded strict action
Malay
Last Updated: 11:45 AM, 13 October 2022
ADVERTISEMENT
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં ગાડી પાર્ક કરવાની નજીવી બાબતે વામૈયા ગામના ઠાકોર સમાજના બે યુવકોને પોલીસકર્મીના ભાઈ સાથે ઝઘડો થતાં LCB પોલીસના કર્મચારી દ્વારા બંને યુવકોને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જે બાદ સમાજના અગ્રણીઓ દ્વારા આ મામલે એસ.પી વિજય પટેલને રજૂઆત કરાતા LCB પી.આઈ આર.કે અમીન સહિત પાંચ લોકો સામે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. તો પાટણના ધારાસભ્યએ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ADVERTISEMENT
નજીવી બાબતે બે યુવાનોને ઉઠાવી ગઈ હતી LCB પોલીસ
મળતી માહિતી અનુસાર, પાટણના સરસ્વતીનગરના વામૈયાના બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોર નામના 2 યુવકોને પોલીસે બેફામ માર માર્યો હોવાની રાવ ઉઠી છે. પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બંન્ને યુવકો ગાડી લઇને પસાર થઇ રહ્યા હતા. આ વેળાએ કોમ્પલેક્ષમાં ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે પોલીસકર્મીના ભાઇ સાથે ઝઘડો થયો હતો. જે બાદ એલસીબી પોલીસ બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને ઉઠાવી ગઇ હતી.
પાટણ LCBની બર્બરતા આવી સામે, સરસ્વતીનગરના વામૈયાના 2 યુવકોને પોલીસે માર્યો ઢોર માર, પોલીસકર્મીના ભાઇ સાથે ગાડી ઉભી રાખવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં બંને યુવકોને પોલીસે LCB ઓફિસ લાવી પીટ્યા, ગંભીર હાલતમાં બંને યુવકોને ધારપુર હોસ્પિટલ ખસેડાયા#patan #lcb pic.twitter.com/VVFCZ8SjQV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 9, 2022
બંને યુવકોને ખસેડાયા હતા ધારપુર હોસ્પિટલમાં
જ્યાં બળવંતજી ઠાકોર અને અરવિંદજી ઠાકોરને દંડા-પટ્ટાથી આડેધડ માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવાનને ગંભીર ઇજા પહોંચતા બંનેને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. જેને લઇને ગંભીર હાલતમાં બંને યુવકોને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
ઠાકોર સમાજમાં ફાટી નીકળ્યો હતો ભારે રોષ
બે ભાઈઓને પાટણ LCB પોલીસના કર્મચારી દ્વારા માર મારવામાં આવતા ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમાજના અગ્રણીઓ દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી કાઢી એસ.પી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ એસ.પી દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ ડીવાયએસપીને સોંપાઈ હતી.
LCB પીઆઈ સહિત પાંચ સામે ફરિયાદ
બી ડિવિઝન પોલીસ દ્વારા ગાડી પાર્ક કરનાર યુવક રાહુલ પટેલ, એલસીબી પી.આઈ આર.કે અમીન, પોલીસ કર્મચારી ગણપતભાઈ, અંબાલાલ તેમજ અન્ય એક પોલીસકર્મી મળી કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.