કર્ણાટકના બાગલકોટ જિલ્લાના વિનાયક નગરની પાસે શનિવારે બપોરે એક મહિલાને ખુલ્લેઆમ જાહેરમાં થપ્પડ મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કર્ણાટકમાંથી વીડિયો વાયરલ થયો
મહિલા વકીલને જાહેરમાં મારપીટ કરતો વીડિયો
એક શખ્સ ગડદાપાટૂ મારતો હોવાનો વીડિયો વાયરલ
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના વિનાયક નગરની પાસે શનિવારે બપોરે એક મહિલાને ખુલ્લેઆમ જાહેરમાં થપ્પડ મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મારનારો શખ્સ મહિલાનો પાડોશી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપીની ધરપકડ કરી લેવામા આવી છે. પીડિત મહિલા વ્યવસાયે વકીલ છે અને તેના પર હુમલો તેના પાડોશી મંથેશે કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામા આવી રહેલો આ વીડિયોમાં મંથેશ મહિલા પર ભારે ગુસ્સે સાથે વાળ પકડીને મારતો હોવાનું જોઈ શકાય છે. થપ્પડ મારતો મારતો આ શખ્સ મહિલાના પેટ પર પણ લાત મારે છે. આ શખ્સ મહિલાના પેટમાં એટલી જોરથી લાત મારે છે કે મહિલા જમીન પર પડી જાય છે.
Trigger warning: A lawyer was brutally assaulted by a man named Mahantesh in Vinayak nagar, Bagalkot, Karnataka. pic.twitter.com/kZ3OpUeKbi
વીડિયો જોઈ શકાય છે કે, મંથેશ મહિલાને મારી રહ્યો છે. આજૂબાજૂના લોકો જોઈ રહ્યા છે, પણ કોઈ બચાવવા આવતું નથી. આજૂબાજૂમાં ભલે ગમે તેટલા લોકો હોય પણ મંથેશ જરાં પણ ડર્યા વિના આ મહિલાને લાત ઘૂસા મારી પાડી દે છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મંથેશની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, મંથેશન એક નાગરિક વિવાદ મામલે વ્યક્તિગત અદાવતના કારણે મહિલા પર હુમલો કર્યો હતો. મંથેશે દાવો કર્યો છે કે, વકીલે કથિત રીતે તેને પ્રતાડિત કર્યો અને હેરાન કર્યો હતો. કહેવાય છે કે, બંને વચ્ચે પહેલાથી કેટલીય વાર મારપીટ થઈ ચુકી છે.