બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને હવે ગોલ્ડી બરારે ધમકી આપી હતી. જો કે સલમાનને ધમકીઓનો આ સિલસિલો 1998થી ચાલુ છે.
સલમાનને ધમકીઓનો આ સિલસિલો 1998થી ચાલુ છે
શા માટે લોરેન્સ બિશ્નોઈની ગેંગ સલમાન ખાનના જીવના દુશ્મન બની
શું છે કાળા હરણ અને બિશ્નોઈ સમાજનું કનેક્શન?
બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનના જીવન પર મંડરાયેલો ખતરો અટકવાનું નામ નથી લઈ રહ્યો. જણાવી દઈએ કે સલમાન ખાનને ગેંગસ્ટર ગોલ્ડી બરારે ધમકી આપી છે. જે બાદ તેમના ઘરની બહાર કડક સિક્યોરીટી કરી દેવામાં આવી છે. આ સાથે જ આખી રાત મુંબઈ પોલીસના કર્મચારીઓ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સીની બહાર પેટ્રોલિંગ કરતા પણ મળ્યા હતા.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને પહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને હવે ગોલ્ડી બરારે ધમકી આપી હતી. જો કે સલમાનને ધમકીઓનો આ સિલસિલો 1998થી ચાલુ છે. આપણે બધા જાણીએ છીએ કે એ જ વર્ષ હતું જ્યારે કાળા હરણનો શિકાર કેસમાં સલમાન ખાનનું નામ સામે આવ્યું હતું. જો કે હવે ઘણા લોકોના મનમાં એ સવાલ આવતો હશે કે લોરેન્સ બિશ્નોઈને આ મામલામાં શું લેવાદેવા છે? શા માટે તે અને તેની ગેંગ સલમાન ખાનના જીવના દુશ્મન બની ગઈ છે? ચાલો જાણીએ..
કોણ છે લોરેન્સ બિશ્નોઈ?
તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સામે એક નહીં પણ સેંકડો કેસ નોંધાયેલા છે. સાથે જ એ જેલમાં રહીને પણ તે પોતાની ગેંગ ચલાવે છે. જેની કમાન ગોલ્ડી બ્રાર અને સચિન બિશ્નોઈ સંભાળે છે. જણાવી દઈએ કે આ બંને કેનેડામાં રહીને ગેંગ ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર લોરેન્સના આ ક્રાઈમ નેટવર્કમાં લગભગ એક હજાર લોકો સામેલ છે. લોરેન્સ આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે. નોંધનીય છે કે ગયા વર્ષે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું.
શું છે કાળા હરણ અને બિશ્નોઈ સમાજનું કનેક્શન?
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બિશ્નોઈ સમાજ સાથે સંબંધિત છે જે મૂળભૂત રીતે જોધપુર પાસેના પશ્ચિમી થાર રણનો છે. જણાવી દઈએ કે આ સમાજ પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ માટે જાણીતો છે અને બિશ્નોઈ સમાજમાં પ્રાણીઓને અને ખાસ કરીને હરણને ભગવાન માનવામાં આવે છે. તેઓ કાળા હરણની પૂજા કરે છે. બિશ્નોઈ સમાજમાં જે લોકો કુદરત માટે બલિદાન આપે છે તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ સમાજના ઘણા એવા લોકો છે, જેમણે જાનવરો માટે પોતાનો જીવ ગુમાવ્યો છે.
પ્રકૃતિની રક્ષા માટે બિશ્નોઈ સમાજના વ્યક્તિ પોતાના જીવનનું બલિદાન આપી શકે
બિશ્નોઈ સમુદાયના લોકો લગભગ 550 વર્ષથી પ્રકૃતિની પૂજા કરે છે. કાળું હરણ એ એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ સુરક્ષિત છે. જણાવી દઈએ કે જ્યારે ચિપકો આંદોલન થયું હતું એ સમયે બિશ્નોઈ સમુદાયનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બિશ્નોઈ સમુદાયે જ વૃક્ષોને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જોધપુરના રાજાના વૃક્ષો કાપવાના નિર્ણય બાદ બિશ્નોઈ બિશ્નોઈ સમાજના 363 લોકોએ વૃક્ષોને બચાવવા માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો.
સલમાન ખાનને ધમકી આપવા પાછળનું કારણ
સલમાન ખાનનું નામ વર્ષ 1998માં કાળા હરણ શિકાર કેસમાં સામે આવ્યું હતું અને એ સમયથી જ બિશ્નોઈ સમુદાયે સલમાન ખાનનો વિરોધ શરૂ કર્યો હતો. એ કેસ બાદ આ સમાજે સલમાનના ફિલ્મોનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યો હતો. જો કે એ સમયે આ સમાજના સામાન્ય લોકો સલમાન વિરુદ્ધ વધુ અવાજ ઉઠાવી શક્યા નહતા પણ જ્યારથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ લાઇમલાઇટમાં આવ્યા અને ગુનાખોરીની દુનિયામાં તેનો સિક્કો ચાલવા લાગ્યો ત્યારે તેણે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.
સમગ્ર મુદ્દો આવો છે
મહત્વનું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998માં, 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન જોધપુરના ભવાદ ગામ તરફ કલાકારો સાથે શિકારમાં ગયો હતો. જ્યા હાઉસમાં રાત્રે કાળા હરણનો શિકાર કર્યો હતો. આ દરમિયાન ગામના લોકો રાત્રે દોડી આવ્યા હતા અને ભગતી કારમાંથી સલમાનખાને લોકો ઓળખી ગયા હતા બાદમાં કોર્ટમા કેસ નોંધાયો હતો.
સલમાન ખાનની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગની પ્લાનિંગ
સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ પહેલા લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારવા માટે પ્લાન બી તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાર અને કપિલ પંડિત લીડ કરતાં હતા. થોડા સમય પહેલા કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક મુંડી અને અન્ય કેટલાક શૂટર્સ મુંબઈના પનવેલમાં ગયા હતા અને ત્યાં ભાડે રૂમ રાખીને રહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે પનવેલમાં સલમાન ખાનનું એક ફાર્મહાઉસ છે અને એ ફાર્મહાઉસના સુધી પંહોચવાના રસ્તા પર જ લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ એક રૂમ ભાડે લીધો હતો. એ લોકો લગભગ દોઢ મહિના સુધી ત્યાં રહ્યા હતા. સલમાન ખાન પર હુમલો કરવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગના શુટરોએ દરેક પ્રકારના હથિયાર અને ઘણી બંદુકો તેની પાસે રાખી હતી.
દરેક નાની જાણકારી મેળવી લીધી હતી
શૂટર્સને તો ત્યાં સુધી ખબર હતી કે જ્યારથી હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનનું નામ આવ્યું છે ત્યારથી સલમાન ખાનની કારની ખૂબ ઓછી સ્પીડ હોય છે અને સલમાન ખાન જ્યારે પણ પનવેલ ફાર્મહાઉસ પર આવે ત્યારે તેના સાથે શેરા તેની સાથે હાજર હોય છે. આટલું જ નહીં પણ શૂટરોએ પનવેલ ફાર્મહાઉસ તરફ જતાં રસ્તાના ખૂણેખૂણા ઓળખી લીધા હતા. ત્યાં સુધી અંદાજો લગાવી લીધી હતો કે રસ્તા પર ઘણા ખાડા છે એટલે ફાર્મહાઉસ સુધી પંહોચવા સલમાન ખાનની કારની સ્પીડ માત્ર 25 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ સાથે જ લોરેન્સ બિશ્નોઈના શૂટરોએ સલમાનના ફેન બનીને ફાર્મહાઉસના ગાર્ડ સાથે મિત્રતા પણ કરી લીધી હતી. જણાવી દઈએ કે તે સમય દરમિયાન સલમાન ખાન બે વખત તેના ફાર્મહાઉસ પર આવ્યો હતો પણ આટલા કડક સિક્યોરીટીને કારણે લોરેન્સ બિશ્નોઈના શૂટર્સનો એ મોકો ચૂકી ગયા હતા.
'મુસેવાલા જેવો હાલ કરી દઇશું' આપ્યો હતો ધમકીભર્યો પત્ર
29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી સલમાન ખાનને મારી નાખવાની ધમકી મળી હતી અને આ ધમકીભર્યો પત્ર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હતો. આ પત્ર સલમાન ખાનના પિતા સલીમ ખાને તેની મોર્નિંગ વોક દરમિયાન બેન્ચ પર મળી આવ્યો હતો. આ પત્રમાં લખ્યું હતું કે મુસેવાલા જેવો હાલ કરી દઇશું' . જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે સલમાન ખાનની સુરક્ષા કડક કરવામાં આવી છે. એટલું જ નહીં, સલમાન ખાનને બંદૂકનું લાઇસન્સ પણ આપવામાં આવ્યું હતું.