બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 10:20 AM, 6 February 2022
ADVERTISEMENT
ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે સવારે લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. કોરોના વાયરસ અને તે બાદ ન્યુમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Singing legend Lata Mangeshkar passes away, says Union Minister Nitin Gadkari pic.twitter.com/S1Rhc63OdI
— ANI (@ANI) February 6, 2022
ADVERTISEMENT
લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે કોરોડોની ફેન ફોલોવીંગ ધરાવતા લતા મંગેશકરનોજન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ગોવામાં મંગેશી ગામથી હતા જેથી તેમની અટક મંગેશકર પડી અને બાળપણમાં તેમનું નામ હેમા હતું.
Lata Didi’s songs brought out a variety of emotions. She closely witnessed the transitions of the Indian film world for decades. Beyond films, she was always passionate about India’s growth. She always wanted to see a strong and developed India. pic.twitter.com/N0chZbBcX6
— Narendra Modi (@narendramodi) February 6, 2022
વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યુ
લતા મંગેશકરના નિધનને લઈને વડાપ્રધાન મોદીએ પણ આજે ટ્વીટ કર્યું. જેમા તેમણે કહ્યું કે લતા દીદીના ગીતોએ વિવિધ પ્રકારની લાગણીઓ ઉજાગર કરી હતી. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ જગતના સંક્રમણને નજીકથી જોયા છે. ફિલ્મો ઉપરાંક તે ભારતના વિકાસ માટે પણ ઉત્સાહી હતા અને તેઓ હંમેશા મજબૂત તેમજ વિકસિત ભારત જોવા માંગતા હતા.
એક્ટિંગમાં પણ લતા દીદીએ કર્યું હતું કામ
નોંધનીય છે કે લતા મંગેશકરે "આયેગા આને વાલા" ગીત માટે 22 રીટેક આપ્યા હતા. લતા મંગેશકરને પ્રથમ ઇનામ રૂપે 25 રૂપિયા મળ્યા હતા અને તેને જ તેઓ પોતાની પહેલી કમાણી માને છે. લતા મંગેશકરે એક્ટિંગનું પણ કામ કર્યું હતું જેના માટે પહેલીવાર તેમને 300 રૂપિયા મળ્યા હતા. સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્મા તેમના ગુરુ હતા.
1943માં પ્રથમ ગીત ગાયું
સાંભળીને આપને નવાઈ લાગશે કે માત્ર 7 થી 8 વર્ષની નાની ઉંમરે તેમણે ગીત ગાવાની શરૂઆત કરી હતી. પિતાની કંપનીમાંજ તેમણે સ્ટેજ પર પ્રથમ વખત ગીત ગાયું હતું. 1943ની સાલમાં તેમણે તેમનું પ્રથમ ગીત ગાયું હતું, બોલીવુડમાં તેમણએ અનેક ગીતો ગાયા છે. જેમા "એ મેરે વતન કે લોગો " ગીત ઘણું વિખ્યાત થયું હતું. જોકે તેમણે સીવાય તેમણે ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા છે.
વિવિધ ભાષાઓનું જ્ઞાન ધરાવનાર
લતા મંગેશકરને હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષા પણ આવડતી હતી. 2001માં તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના માટે ગીત ગાવું એક પૂજા સમાન હતું અને તેઓ હંમેશા ખુલ્લા પગે રેકોર્ડિંગ કરતા હતા. તેમના પિતાએ તેમને જે તંબૂરો આપ્યો હતો તે તેમણે છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખ્યો છે.
ફોટોગ્રાફી અને ક્રિકેટના શોખીન
આ સિવાય તેમને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ હતો. વિદેશોમાં તેમના દ્વારા પાડેલા ફટોનું પ્રદર્શન પણ લાગતું હતું. તેઓ ક્રિકેટના પણ ઘણા શોખીન હતા અને ભારતની દરેક મેચે તેઓ પોતાના બધા કામ મૂકીને જોવા બેસી જતા હતા. તેમને માંસાહારી ભોજન ખાવાનું પસંદ હતું. તેમના પસંદીદા ગાયક કુંદનલાલા સહગલ અને નીરજહા હતા
તહેવારોમાં દિવાળી સૌથી વધારે પસંદ
લતા મંગેશકરને ગીતા વાંચવાનો પણ ઘણો શોખ હતો. શાસ્ત્રીય સંગીત તેમને બાળપણથી પસંદ હતું. પંડિત રવિશંકર, જસરાજ, ભીનસેન તેમની પસંદગીના ગાયકો હતા. તહેવારોમાં તેમને સૌથી વધારે દિવાળી પસંદ હતી. સાથેજ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. કૃષ્ણ, મીરા, સ્વામિ વિવેકાનંદ અને અરવિંદો તેમને ખૂબ પસંદ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિ પર ખૂબજ જલ્દીથી વિશ્વાસ કરી લેતા હતા.
અભિનેત્રી તરીકે પણ કામ કર્યુ હતું
તેમણે "આયેગા આને વાલા" આ ગીતમાં 212 રીટેક આપ્યા હતા. ગીત ગાવામાં તેમને પહેલું ઈનામ 25 રૂપિયા મળ્યું હતું. તેમણે એક અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે. અભિનેત્રી તરીકે તેમણે જ્યારે કામ કર્યું ત્યારે તેમને 300 રૂપિયા મળ્યા હતા. તેઓ સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્માને પોતાના ગૂરૂ માને છે.
આનંદ બક્ષીના 700થી વધું ગીતો ગાયા
લતા મંગેશકરે લક્ષ્મીકાંત પ્યારેલાલના 686 અને શંકર જયકિશનના 453 યુગલ ગીતો ગાયા હતા. સાથેજ તેમણે કિશોર કુમાર સાથે પણ 327 ગીતો ગાયા હતા. મહિલા યુગલ ગીત તેમણે સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા હતા. ગીતકાર આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધુ ગીતો તો માત્ર લતાજીએ ગાયા હતા.
1969 પછી પુરસ્કાર સ્વીકારવાનું બંધ કર્યુ
ઉલ્લેખનીય છે કે લતાજીને અનેક પુરસ્કારો પણ મળ્યા છે. વર્ષ 1951માં તેમણે સર્વધિત 225 જેટલા ગીતો ગાયા હતા. તેમને ચાર વખત ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. જોકે 1969 પછી તેમણે પુરસ્કાર સ્વીકારવાનું બંધ કરી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.