બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / LAST VIDEO of cds general bipin rawat released today at swarnim vijay divs

સ્વર્ણિમ વિજય પર્વ / CDS બિપિન રાવતનો છેલ્લો VIDEO સંદેશ, આજે સ્વર્ણિમ વિજય પર્વની ઉજવણીમાં બોલ્યા હોત આ શબ્દો

Mayur

Last Updated: 12:42 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતીય સેનાએ 1971 માં પાકિસ્તાન સામે જીતેલા યુદ્ધના 50 વર્ષની ઉજવણી ઈન્ડિયા ગેટ ખાતે કરવામાં આવી રહી છે જેમાં CDS general Bipin Rawat નો અગાઉથી રેકોર્ડ કરેલ Video દર્શાવવામાં આવ્યો હતો.

  • આજે સ્વર્ણિમ વિજય દિવસની ઉજવણી 
  • જનરલ બિપિન રાવત કરવાના હતા સંબોધન 
  • આજ માટે રેકોર્ડ કરેલા વિડિયોના અંશો

ભારતીય સેનાએ 1971 માં આજના દિવસે પાકિસ્તાનને યુદ્ધ માં હરાવ્યું હતું. આખો દેશ આ યુદ્ધની 50 મી જયંતી વિજય પર્વ ના સ્વરૂપે ઉજવે છે ત્યારે આ પ્રસંગે ઈન્ડિયા ગેટ પર એક કાર્યક્રમમાં CDS general Bipin Rawat પણ હાજર રહેવાના હતા... 

પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનમાં ભારત દેશે તેના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતને ગુમાવ્યા હતા. આજે ઈન્ડિયા ગેટ પર થનાર વિજય પર્વમાં તેઓ સામેલ પણ થવાના હતા અને આજના દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. આજે આખો દેશ આ પર્વમાં સામેલ થાય તેવી તેઓ આમંત્રણ આપીને જાહેરાત કરવાના હતા. આ માટે જનરલ બિપિન રાવતે એક વિડીયો સંદેશ પણ રેકોર્ડ કરાવ્યો હતો અને જો આજે તેઓ આપણી વચ્ચે હોત તો તેઓ જે સમોધન કરત તે આ પ્રકારે હૉત:


આજ માટે રેકોર્ડ કરેલા વિડિયોના અંશો-

સ્વર્ણિમ વિજય પર્વ નિમિત્તે હું ભારતીય સેનાના તમામ બહાદુર સૈનિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની જીતની 50મી વર્ષગાંઠને વિજયપર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. આ પવિત્ર તહેવાર પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને યાદ કરીને, હું તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ઈન્ડિયા ગેટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમર જવાન જ્યોતિની છાયામાં વિજય પર્વનું આયોજન થઈ રહ્યું છે તે સૌભાગ્યની વાત છે. જેની સ્થાપના આપણા બહાદુર શહીદોની યાદમાં કરવામાં આવી હતી. અમે દેશના તમામ નાગરિકોને આ વિજય ઉત્સવની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ.


ત્યાર બાદ સીડીએસ જનરલ બિપિન રાવતે લોકોને અપીલ કરતા વીડિયોમાં કહ્યું-
અમને અમારી સેનાઓ પર ગર્વ છે
ચાલો સાથે મળીને વિજયની ઉજવણી કરીએ
જય હિન્દ .

રાજનાથ સિંહે જનરલ બિપિન રાવતને યાદ કર્યા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈન્ડિયા ગેટ પર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 'સ્વર્ણિમ વિજય વર્ષ'ના અવસરે કહ્યું હતું કે આ કાર્યક્રમને વધુ ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનાં મૃત્યુ પછી તેને સાદગીથી સાથે ઉજવવાનું નક્કી થયું છે. 

આ પ્રસંગે હું તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે આજે આપણે બધા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના 'સ્વર્ણિમ વિજય વર્ષ' અંતર્ગત આયોજિત 'વિજય પર્વ'ની ઉજવણી કરવા ઈન્ડિયા ગેટ પર એકઠા થયા છીએ. આ તહેવાર ભારતીય સૈન્યના ભવ્ય વિજયની યાદમાં ઉજવાય છે, જેણે દક્ષિણ એશિયાના ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખ્યા હતા. તમે બધા કદાચ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના સ્ટેટમેન્ટથી વાકેફ હતો, જેમાં તેમણે કહ્યું હતું કે '‘Injustice anywhere is a threat to justice everywhere’

દેશ એ તમામ વીરોના બલિદાનનો હંમેશા ઋણી

રક્ષા મંત્રીએ કહ્યું કે આ દિવસે હું ભારતીય સેનાના દરેક સૈનિકની બહાદુરી અને બલિદાનને નમન કરું છું, જેના કારણે ભારતે 1971ના યુદ્ધમાં જીત મેળવી હતી. આ દેશ એ તમામ વીરોના બલિદાનનો હંમેશા ઋણી રહેશે. તેમણે કહ્યું હતું કે મને માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પહેલ દ્વારા સામાન્ય લોકો 1971ના યુદ્ધની સિદ્ધિઓ અને પ્રેરણાઓ સાથે પોતાની જાતને જોડી શકશે અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોને નવી રીતે આત્મસાત કરી શકશે. 

સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવાનો ઉદ્દેશ 

રક્ષા મંત્રીએ કહ્યું કે મને ખુશી છે કે આ ઉત્સવમાં દેશની સામાન્ય જનતાને સામેલ કરવા, તેમને 1971ના યુદ્ધ વિશે, આપની સેનાની અત્યાર સુધીની પ્રગતિ વિશે માહિતી આપવા માટે એક વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સશસ્ત્ર સેનાને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવાનો અમારો ઉદ્દેશ્ય છે અને અમે આ દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. 'વિજય પર્વ' જેવી ઉજવણી આપણને આ માર્ગ પર વધુ ઝડપથી આગળ વધવાની પ્રેરણા આપે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ