બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Land Acquired After Occupation and Compensation Government Heritage, Supreme Court Decision

ટિપ્પણી / એક વખત જમીન સંપાદન અને વળતર ચૂકવાઈ ગયા પછી તેના પર સંપૂર્ણ માલિકી સરકારની, કોઈ દાવો કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

ParthB

Last Updated: 02:16 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોર્ટે કહ્યું કે અરજદારને સંબંધિત જમીનનો કબજો લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે સંપાદન પછી જમીન સંપૂર્ણપણે રાજ્યનો ભાગ બની ગઈ છે.

  • સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક વખત જમીન સંપાદન અને વળતર ચૂકવાઈ તે સરકાર છે
  • અમે હાઈકોર્ટે વ્યક્ત કરેલા વિતારો સાથે સંપૂર્ણ સમંત છે- SC

સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો સરકાર સંપાદનની પ્રક્રિયા હેઠળ વળતર ચૂકવીને કોઈપણ જમીનનો કબજો લે છે, તો જમીન માલિકનો તે જમીન પર કોઈ દાવો નથી. જો તે આવી જમીનનો કબજો લેશે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.જસ્ટિસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની બેન્ચ ઉત્તર પ્રદેશના એક વ્યક્તિ દ્વારા 2 ફેબ્રુઆરીની ગ્રેટર નોઈડા ઓથોરિટીની નોટિસને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. સત્તાધિકારીએ સંબંધિત વ્યક્તિને જમીનના એક ભાગ પરથી તેનું અતિક્રમણ દૂર કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું કે અરજદારને જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું

સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું કે અરજદારની જમીન 1996માં જ 1894ના જમીન સંપાદન અધિનિયમ મુજબ સંપાદિત કરવામાં આવી છે, કબજો લેવામાં આવ્યો છે અને વળતર ચૂકવવામાં આવ્યું છે. યુપી સરકારે કહ્યું કે રેવન્યુ રેકોર્ડમાં પણ માલિકી બદલાઈ ગઈ છે. આમ છતાં અરજદારે જમીન પર અતિક્રમણ કર્યું છે.

અમે હાઈકોર્ટે વ્યક્ત કરેલા વિતારો સાથે સંપૂર્ણ સમંત છે- SC

કોર્ટે કહ્યું કે અરજદારને સંબંધિત જમીનનો કબજો લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે સંપાદન પછી જમીન સંપૂર્ણપણે રાજ્યનો ભાગ બની ગઈ છે. હાઈકોર્ટે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરીને યોગ્ય નિર્ણય આપ્યો છે અને હાઈકોર્ટે વ્યક્ત કરેલા વિચારો સાથે અમે સંપૂર્ણ સંમત છીએ. આમ કહીને સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ