બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lalit Vasoya opposed the statement of Congress Working President Kadir Peerzada

વિરોધ / નરેશ પટેલ પર કાર્યકારી અધ્યક્ષના નિવેદન બાદ કોંગ્રેસમાં ભડકો, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાએ જગદીશ ઠાકોરને પત્ર લખી કર્યો વિરોધ

Khyati

Last Updated: 01:59 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલ અંગે કદીર પિરઝાદાના નિવેદનનો લલિત વસોયાએ કર્યો વિરોધ , જગદીશ ઠાકોરને પત્ર લખીને દોર્યુ ધ્યાન

  • કદીર પિરજાદાના નિવેદનનો વિરોધ
  • લલિત વસોયાએ કર્યો વિરોધ
  • જગદીશ ઠાકોરને લખ્યો પત્ર

કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ 2 દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે.   PAAS નેતા દિનેશ બાંભણિયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ વિરોધ નોંધાવ્યો છે. 

કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઇ રહ્યુ છે- લલિત વસોયા 

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો.જેમાં રજૂઆત કરતા જણાવ્યું કે કદીર પરીજાદાના આવા નિવેદનોથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. તેમના નિવેદનને લઇ પાટીદાર સમાજમાં રોષ છે. સાથે જ કદીર પીરજાદા ભવિષ્યમાં આવા બેજવાબદારી વાળા નિવેદનો  ભવિષ્યમાં ન કરે તે અંગે માંગ કરવામાં આવી. તેમજ પત્ર લખીને સમગ્ર બાબતનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશુંઃ દિનેશ બાંભણિયા

તો ગઇકાલે  PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી હતી. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું. પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.

શું બોલ્યા હતા કદિર પીરજાદા ?

તમે 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ