બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Labor union picket in Gandhinagar, A large number of employees gathered

આંદોલનની ચીમકી / કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરી 7મા પગાર પંચના લાભની માગ સાથે મજૂર સંઘના ગાંધીનગરમાં મોટાપાયે ધરણાં

Vishnu

Last Updated: 04:22 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સત્યાગ્રહ છાવણી પાસે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા અને વિવિધ 23 જેટલા પડતર પ્રશ્ને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

  • ગાંધીનગરમાં મજૂર સંઘના ધરણાં
  • મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા
  • પડતર પ્રશ્નોને લઈને ધરણાં

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક સમાજ તેમજ તેને લગતી સંસ્થાઓ પોતાની પડતર માગણીના પ્રશ્નોને આગળ ધરી નિરાકરણ લાવવાના પ્રયાસ કરી રહી છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પડતર પ્રશ્નોને લઈને ધરણાં કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં આશા વર્કરો બહેનો,આંગણવાડી બહેનો, મધ્યાન ભોજન સંચાલકો તેમજ એસ ટી કર્મચારીઓ પણ જોડાયા હતા અને વર્ષોથી વણ ઉકેલાયેલા પડતર પ્રશ્નોની માંગને એક સામટા મળી બુલંદ કરી હતી. 

ગુજરાત વ્યાપી આંદોલનની ચીમકી
આગામી સમયમાં મજૂર સંઘની 23 માંગોને લઈને મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવાનો કાર્યક્રમ છે. આજે યોજાયેલા ધરણા કાર્યક્રમમાં કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી 7મા પગાર પંચનો લાભ આપવા માંગ તેમજ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માંગ સહિત જુદી જુદી 23 માંગો સાથે જાહેરસભા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘેએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો યોગ્ય સમય અને યોગ્ય રજૂઆત બાદ પણ જો કોઈ નિરાકરણ નહીં આવે તો મોટાપાયે આંદોલન થશે જે સમગ્ર ગુજરાત વ્યાપી હશે.

શું છે મજદૂર સંધની 23 માંગો?

રાજયના વિવિધ સંગઠનના કર્મચારીઓ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન ધરણાં કરવામાં આવી રહ્યા છે. અને જેમાં આંગણવાડી કર્મચારીઓ, બોર્ડ નિગમના કર્મચારીઓ, ઇએમઆરઆઇ ૧૦૮ના કર્મચારીઓનીના પોત પોતાના અલગ પ્રશ્નો છે તેમજ પેન્શન અને 7મા પગાર પંચનો લાભ જેવા સયુક્ત પ્રશ્નો પણ જોડાયેલા છે ત્યારે હવે આવનાર સમયમાં જોવું રહ્યું કે આજે મોટા પાયે થયેલા આ ધરણા કાર્યક્રમ બાદ સરકાર પડતર પ્રશ્નોને લઈ નમતું જોખે છે કે નહીં? નહિતર ચુંટણી સામે ઊભી છે અને મજદૂર સંધ લડી લેવાના મૂડમાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ