ચક્રાવાત / ક્યાર' વાવાઝોડાના પગલે જામનગરના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું

હવામાન વિભાગની દિવાળીના તહેવાર સમયે પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેથી આ સમય દરમ્યાન વાવાઝોડા 'ક્યાર'નો ખતરો વધી શકે છે. આથી જામનગરના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. બેડી, રોજી બંદર પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. તેમજ સચાણા, સિક્કા બંદર પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમજ વાવાઝોડાના ખતરાને લઇને GMB, ફિશરીઝ વિભાગને અલર્ટ કરવામાં આવ્યાં છે. અને આની સાથે મરિન પોલીસ સહિતની એજન્સીઓ અલર્ટ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ