બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Kuldeep Yadav imprisoned in Pakistan jail since 1996 returned home today

અમદાવાદ / હું પાકિસ્તાન ગયો ત્યારે 27 વર્ષનો હતો, 30 વર્ષ બાદ માદરે વતન આવેલા કુલદીપકુમારની વાત સાંભળીને ધ્રુજી જશો

Dhruv

Last Updated: 01:26 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર 27 વર્ષની ઉંમરથી પાકિસ્તાનની જેલમાં કેદ કુલદીપ યાદવે આજે વતન વાપસી કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

  • 30 વર્ષે પાકિસ્તાનની જેલમાં કેદ કુલદીપ યાદવની વતનવાપસી
  • 27 વર્ષની ઉંમરથી પાકિસ્તાની જેલમાં કેદ હતા કુલદીપકુમાર
  • 1994માં સ્થાનિક લોકોને શંકા જતા એજન્સી દ્વરા ધરપકડ કરાઈ

છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનની જેલમાં જેલવાસ ભોગવનાર ભારતીય કુલદીપ યાદવની આજે વતનવાપસી થઇ છે. કુલદીપ યાદવ કે જેઓ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા હતા. તેઓ જ્યારે 1994માં ભારત પરત ફરતી વેળાએ બોર્ડર ક્રોસ કરવા જઈ રહ્યાં હતા એ દરમ્યાન ત્યાંના સ્થાનિક લોકોને શંકા જતા એજન્સી દ્વરા ધરપકડ કરાઈ હતી.

લગભગ 2.5 વર્ષ સુધી કુલદીપ યાદવનું ઇન્ટરોગેશન ચાલ્યું

બાદમાં જૂન 1994માં પાકિસ્તાન એજન્સીના હાથે પકડાયા બાદ કુલદીપ યાદવનું કોર્ટમાર્શલ થયું હતું. લગભગ 2.5 વર્ષ સુધી કુલદીપ યાદવનું ઇન્ટરોગેશન ચાલ્યું. ઇન્ટરોગેશન બાદ 1996માં કુલદીપ યાદવને લાઇફ ઇમ્પ્રિમેન્ટની સજા મળી. જેથી તેઓને સિવિલ જેલ-સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર ખાતે મોકલવામાં આવ્યા.

30 વર્ષે પાકિસ્તાનની જેલમાંથી છૂટીને કુલદીપ યાદવ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. ત્યારે કુલદીપ યાદવે VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. પાકિસ્તાની જેલની કડવી યાદની સાથે તેઓએ પરિવારને મળવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. 27 વર્ષની ઉંમરથી કુલદીપકુમાર પાકિસ્તાની જેલમાં બંધ હતા. કુલદીપકુમાર પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામનાર સરબજીતના મિત્ર હતા. મહત્વનું છે કે, કુલદીપના પરિવારજનોએ તેઓને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.

જાણો કોણ છે કુલદીપ યાદવ?

  • કુલદીપના જન્મ દહેરાદૂનમાં થયો હતો
  • 1972માં કુલદીપ પરિવાર સાથે અમદાવદમાં શિફ્ટ થયા હતા
  • 1થી 7 ધોરણ સુધી કુલદીપે દેહરાદૂનમાં અભ્યાસ કર્યો હતો
  • 8થી ધોરણ 12 સુધી અમદાવાદની જ્ઞાનદીપ દિન્દી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
  • કુલદીપે સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું
  • ગ્રેજ્યુએશન બાદ કુલદીપે LLBનો અભ્યાસ શરૂ કર્યો હતો
  • ક્યાંય નોકરી ન મળવાથી કુલદીપે  ટ્યૂશન કરાવવું શરૂ કર્યું હતું
  • જે બાદ પાનની દુકાન અને ગેરેજ પણ શરૂ કરી હતી
  • અંતે અમૂક લોકો સાથે કોન્ટેક્ટ થવાથી દેશ માટે કામ કરવા પાકિસ્તાન ગયા હતા

કુલદીપ યાદવની 'વતન વાપસી'

  • કુલદીપ યાદવ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા હતા
  • પાકિસ્તાન જવા સમયે કુલદીપની ઉંમર 27 વર્ષ હતી
  • 1994માં કુલદીપે ભારત પરત ફરવાનો કર્યો હતો પ્રયાસ
  • બોર્ડર ક્રોસ કરવા જતા પાકિસ્તાની એજન્સીએ કરી હતી ધરપકડ
  • જૂન 1994માં પાકિસ્તાની એજન્સીના હાથે પકડાયા બાદ કોર્ટમાર્શલ થયું
  • 1994થી અંદાજે 2.5 વર્ષ સુધી કુલદીપ યાદવનું  ઈન્ટરોગેશન ચાલ્યું હતું
  • ઈન્ટરોગેશન બાદ 1996માં કુલદીપ યાદવને લાઇફ ઈમ્પ્રિમેન્ટની સજા મળી હતી
  • કુલદીપને સિવિલ જેલ- સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર ખાતે મોકલવામાં આવ્યા
  • 26 ઓકટોબર 2021ના રોજ કુલદીપની સજા પૂર્ણ થઈ હતી
  • 24 જૂન 2022ના રોજ કુલદીપને પાકિસ્તાનની સુપ્રીમકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
  • 32 વર્ષ બાદ કુલદીપ સ્વદેશ પરત ફર્યા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ