બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / kuldeep yadav got man of the match four times out of eight matches

IPL 2022 / આઠમાંથી ચાર મેચમાં મળ્યો મેન ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ છે દિલ્હી કેપિટલ્સનો આ દમદાર ખેલાડી

Khevna

Last Updated: 06:29 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સનાં ખેલાડી કુલદીપ યાદવને IPL 2022માં આઠમાંથી ચાર મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. જાણો વિગતવાર

  • કુલદીપ યાદવ બન્યો આઠમાંથી ચાર મેચમાં મેન ઓફ ધ મેચ 
  • દિલ્હી કેપિટલ્સનો છે આ ખેલાડી 
  • પહેલો મેન ઓફ ધ મેચ એવોર્ડ મુંબઈ સામે મળ્યો હતો 

કુલદીપ યાદવ બન્યો આઠમાંથી ચાર મેચમાં મેન ઓફ ધ મેચ 

કુલદીપ યાદવ આઇપીએલ-૨૦૨૨માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે દિલ્હી તરફથી અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે, જેમાં તેને ચાર મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. આઇપીએલની વર્તમાન સિઝનની કુલ ૪૧મી મેચમાં કુલદીપે કેકેઆર સામે આ લીગમાં પોતાની કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રણ ઓવરમાં માત્ર ૧૪ રન આપીને ચાર વિકેટ ઝડપી.

દિલ્હી કેપિટલ્સનો છે આ ખેલાડી 

કુલદીપ માટે આઇપીએલની ૨૦૨૨ની સિઝન ઘણી શાનદાર રહી છે અને એનાથી સાબિત પણ થઈ ગયું છે કે દિલ્હી તરફથી તે આઠ મેચ રમ્યો છે અને ચાર મેચમાં કુલદીપ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો છે. આ પહેલાં આઇપીએલમાં કુલદીપ યાદવે ૪૪ મેચમાં માત્ર એક વાર આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. કુલદીપે પોતાની આઇપીએલ કરિયર ૨૦૧૬માં શરૂ કરી હતી અને ૨૦૨૦ સુધી તેણે કુલ ૪૪ મેચ રમી હતી. આ દરમિયાન તે એક જ વાર પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. કુલદીપ વર્તમાન સિઝનની આઠ મેચમાં કુલ ૧૭ વિકેટ ઝડપી ચૂક્યો છે અને પર્પલ કેપની રેસમાં યુઝવેન્દ્ર ચહલને ટક્કર આપી રહ્યો છે.

પહેલો મેન ઓફ ધ મેચ એવોર્ડ મુંબઈ સામે મળ્યો હતો 

૨૦૨૨માં કુલદીપને પહેલો પ્લેયર ઓફ ધ મેચો ખિતાબ મુંબઈ સામે મળ્યો હતો, જેમાં તેણે ૧૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. એ મેચ દિલ્હીએ ચાર વિકેટે જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી વાર આ ખિતાબ કેકેઆર સામે મળ્યો, જેમાં કુલદીપે ૩૫ રનમાં ચાર વિકેટ ઝડપી હતી અને દિલ્હીની ટીમ ૪૪ રને મેચ જીતી હતી. ત્રીજી વાર કુલદીપે આ સિદ્ધિ પંજાબ કિંગ્સ સામે મેળવી હતી, જેમાં તેણે ૨૪ રન આપીને બે વિકેટ ઝડપી હતી. એ મેચમાં દિલ્હીએ પંજાબની ટીમને નવ વિકેટે પરાજય આપ્યો હતો. ચોથી વાર આ સિઝનમાં કુલદીપને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ ફરીથી કેકેઆર સામે મળ્યો, જેમાં તેણે ૧૪ રન આપીને ચાર વિકેટ ઝડપી. ગઈ કાલની મેચમાં દિલ્હીએ કેકેઆરને ચાર વિકેટે પરાજય આપ્યો. કમાલની વાત એ છે કે દિલ્હીને આઠ મેચમાં ચાર જીત મળી છે અને આ ચારેય મેચમાં કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ