બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / krk says that salman khan wants him to be killed

દાવો / ભારત જઈશ તો સલમાન ખાન મને મરાવી નાખશે, 50 કરોડની સોપારી આપી છે... અભિનેતાએ કર્યો ચોંકાવનારો દાવો

Khevna

Last Updated: 11:23 AM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KRKએ ટ્વીટ કરીને એવો દાવો કર્યો છે કે સલમાન ખાને તેમને મરાવવા માટે 50 કરોડની સોપારી આપી છે. જાણો વિગતવાર

  • કેઆરકેએ ફરી મચાવી બબાલ 
  • સલમાન પર લગાવ્યો મોટો આરોપ 
  • પોલીસ તપાસની કરી માંગ 

કેઆરકેએ ફરી મચાવી બબાલ

મોટેભાગે વિવાદોમાં રહેનાર કમાલ રાશિદ ખાન જણાવે છે કે તેમના જીવને ખતરો છે. તમને એ માણસનું નામ સાંભળીને નવાઈ લાગશે, જેણે દિલ્લી અને મુંબઈ પોલીસને કેઆરકેને મારવા માટે સુપારી આપી છે. કેઆરકેએ એક વાર ફરી સલમાન ખાન પર અટેક કર્યો છે. તેણે દબંગ ખાનથી પોતાના જીવને જોખમ છે, તેમ જણાવ્યું છે. 

KRKનો ખુલાસો 
કેઆરકેએ બેક ટૂ બેક ઘણા ટ્વીટસ કરી આ ખુલાસો કર્યો છે. આ ટ્વીટસ અનુસાર, કેઆરકેને કોઈ વ્યક્તિનો મેસેજ આવ્યો જે ખુદને કેન્દ્રીય મંત્રીનો PA  સંજય કહેતો હતો. આ માણસે કેઆરકેને મોટી જાણકારી આપી છે. આ વ્યક્તિએ ઘણી પેનડ્રાઈવમાં ઘણા ચોંકાવનાર રેકોર્ડિગ્સ હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ પેનડ્રાઈવ માટે કેઆરકેએ 10 લાખ આપવા પડશે. 

સલમાનને લઈને કર્યો આ દાવો 
એ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે શાહરૂખ ખાનને તેમના પુત્ર આર્યનનાં અરેસ્ટ પહેલા જ ઇન્ફોર્મ કર્યું હતું. કેઆરકેએ આ વ્યક્તિનાં દાવા અને તેના સત્યને જાણવા માટે તપાસની માંગ કરી છે. આ વ્યક્તિએ કેઆરકેને જણાવ્યું કે સલમાન ખાને તેમની સુપારી આપી છે. ટ્વીટમાં કેઆરકેએ લખ્યું છે કે તે માણસ (PA સંજય) જણાવે છે કે સલમાન ખાને મુંબઈ અને દિલ્હીની પોલીસને 50 કરોડમાં મને મારવાની સુપારી આપી છે. એમાં કોઈ મંત્રી પણ સામેલ છે. તો હું જ્યારે ભારત આવીશ, માર્યો જઈશ. તે વ્યક્તિએ સલમાન ખાન, મંત્રીઓ અને પોલીસ ઓફિસર્સનાં રેકોર્ડિંગ હોવાનો દાવો કર્યો છે. 

કેઆરકેએ દિલ્લી અને મુંબઈ પોલીસને કહ્યું કે કોઈએ પહેલા તેમને મેલ કર્યો હતો અને મંત્રીનાં PA હોવાની વાત કરી. જાણકારી માટે કોન્ટેક્ટ કરવાની પણ વાત કરી. જ્યારે મેં આપવામાં આવેલ નંબર પર ફોન કર્યો, તો તેણે બીજા વોટ્સએપ નંબરથી મારો કોન્ટેક્ટ કર્યો. તેનો દાવો છે કે તેની પાસે મને લઈને રેકોર્ડિંગ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ