બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli created a new record by scoring a half-century against Pakistan, leaving the hitman behind

કિંગ કોહલી / પાકિસ્તાન સામે અર્ધી સદી ફટકારી કોહલીએ બનાવ્યો નવો રેકોર્ડ, હિટમેનને પણ છોડી દીધો પાછળ

Megha

Last Updated: 10:40 AM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલની મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ મેચ  દરમિયાન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે

  • ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા
  • કિંગ કોહલી ટી20 માં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યા
  • રસાકસી વાળો રહ્યો ગઈકાલનો મેચ  

એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની મેચમાં ગઇકાલે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ 44 બોલમાં 60 રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને પોતાની ઇનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ મેચ  દરમિયાન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

કિંગ કોહલી ટી20 માં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યા 
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. કોહલી એ આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ હાલ સુધી T20 ઈન્ટરનેશનલમાં 31 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. પણ ગઈ કાલના મેચ સાથે જ વિરાટ કોહલીએ ​​32મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ પહેલા કિંગ કોહલીએ એશિયા કપ 2022ની હોંગકોંગ સામેની મેચમાં પચાસ રનનો આંકડો પાર કર્યો હતો.

રસાકસી વાળો રહ્યો ગઈકાલનો મેચ 
ગઈકાલના મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 16 બોલમાં 28 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટને પોતાની ઇનિંગ દરમિયાન 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેએલ રાહુલે 20 બોલમાં 28 રનની આકર્ષક ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ  60, સૂર્યકુમાર યાદવે 13 અને દીપક હુડ્ડાએ 16 રન બનાવ્યા હતા. જો કે હાર્દિક પંડ્યા કોઈ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. જ્યારે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે 12 બોલમાં 14 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે કુલ 181 રન બનાવીને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

182 રનોના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને બાબરની વિકેટને જલ્દી ગુમાવી દીધી હતી પરંતુ રિઝવાન પૂરા જોશમાં હતો. તેમણે ફખર જમાનની સાથે 41 રન જોડીને ઇનિંગ સંભાળી હતી. જોકે જમાન આખી ઇનિંગ દરમિયાન સંઘર્ષ કરતા જોવા મળ્યો હતો. જમાનના આઉટ થયા બાદ પાકિસ્તાને મોહમ્મદ નવાઝને બેટિંગ માટે મોકલ્યા મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું હતું. અંતે છેલ્લી ઓવર સુધી જકડી રાખેલ આ મેચ પાકિસ્તાન 5 વિકેટથી જીતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ