ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Know Why May Month is not good for conceive baby

કન્સીવ / આ મહિનામાં ન કરવું બેબી પ્લાન, બાળકના સ્વાસ્થ્યને થઈ શકે છે આવા નુકસાન

Published By: Noor

Last Updated: 03:11 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન બાદ દરેક કપલને એક નાનકડો મહેમાન લાવવાની ઈચ્છા હોય છે. બધાં જ કપલ એવું ઈચ્છે છે તેમના જીવનમાં આવનારું બાળક ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોન્ગ હોય અને તેનું સ્વાસ્થ્ય પણ સારું હોય, પરંતુ શું તમે જાણો છો કે, બાળકનું સ્વાસ્થ્ય અને તેની મેન્ટલ સ્ટ્રેન્થ કપલની પ્લાનિંગ પર પણ નિર્ભર કરે છે. કપલ કયા સમયે બાળક પ્લાન કરે છે અને કયા સમયે ડિલીવરી થશે તેના પર બાળકના સ્વાસ્થ્યને ખતરો રહેશે કે નહીં.

ADVERTISEMENT

  • મે મહિનામાં ન કરવું બાળકનું પ્લાનિંગ
  • બાળકને કેટલીક સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જશે
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ડિલીવરી થાય તો ફ્લૂના ચાન્સિસ વધી જાય છે

નેશનલ એકેડમી ઑફ સાયન્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, જે મહિલાઓ મે મહિનામાં પ્રેગ્નેન્ટ થાય છે તેમના બાળકને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે. યોગ્ય સમયે બાળક કન્સીવ ન કરવાને કારણે કેટલાક પ્રકારની સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે. 

જે મહિલાઓ મે મહિનામાં કન્સીવ કરે છે, તેમની ડિલીવરી ડેટ જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આ સમયે બહુ વધુ ઠંડી હોય છે. જેથી ફ્લૂ અને ઈનફ્લેમેશન (સોજા)ની સમસ્યા થઈ શકે છે અને આ જ કારણથી નવજાત શિશુ પર પણ તેની અસર થાય છે. સાથે જ માતાને પણ હેલ્થની તકલીફો થઈ શકે છે. 

નવજાત શિશુને રહે છે ખતરો

આ રિસર્ચ 14 લાખ બાળકો અને 6,57,050 મહિલાઓ પર કર્યો હતો. આ સમયમાં પેદા થતાં બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ અને પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ જોવા મળે છે. 

શું છે સમાધાન?

જો તમે આ સમયે કન્સીવ કરો છો અને તમારી ડિલીવરી ડેટ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો આવી સ્થિતિમાં તમારે ફ્લૂ વેક્સીન માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સાથે જ આ સમયે મહિલાઓએ બીમાર વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ અને આંખ, મોં અને નાક પર વારંવાર હાથ લગાવવું નહીં અને હેન્ડ વોશ કરતા રહેવું, જેથી બેક્ટેરિયા ફેલાય નહીં. સાથે જ ડોક્ટરના સંપર્કમાં રહેવું અને તમારી અને બાળકની હેલ્થ પર ધ્યાન રાખવું.

સંકળાયેલા મુદ્દાઓ

Baby Health Conceive Baby Health Mother Health Pregnancy કન્સીવ બેબી પ્લાન બેબી હેલ્થ conceive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ