જાણો કઈ એવી 6 ચટણીઓ, જે સ્વાદિષ્ટ પણ છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
આજકાલની લાઈફસ્ટાઈલની સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર
સેવન કરો સ્વાદિષ્ટ ચટણીઓનું અને સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક
ગંભીર બીમારીઓને પણ રાખે છે દૂર
1. કોથમીરની ચટણી
કોહ્મીરની ચટણી લગભગ બધાને પસંદ પડે છે. આમાં વિટામિન સી અને પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેથી ડાયાબિટીસ જેવી સમસ્યાઓ દૂર થાય છે. કોથમીરની સાથે સાથે આદૂ અને લસણને મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલ ચટણી આંતરડાની સમસ્યાઓ, તાવ જેવી સમસ્યાઓ દૂર કરે છે.
2. ફુદીનાની ચટણી
ફુદીનાની ચટણીને ઉનાળામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, કેમકે તેની તાસીર ઠંડી હોય છે, સાથે જ તેમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ પણ હોય છે, જેથી કબજીયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.
3. કરી પત્તાની ચટણી
કરી પત્તાની ચટણીમાં આયરન એસીડની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત, કેલ્શિયમ અને ઘણા વિટામિન્સની માત્રા પણ ઘણી વધારે હોય છે. આ ચટણીનાં સેવનથી વાળ કાળા અને મજબૂત બને છે. શરીરમાંથી એનીમિયા એટલે કે લોહીની ઉણપ, હાઈ બીપી અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
4. ટામેટાની ચટણી
ટામેટા વિટામિન સી, લાઈકોપીન, વિટામિન, પોટેશિયમ વગેરે ધરાવે છે. સાથે જ તેમાં કેલેસ્ટ્રોલ ઘટાડવાવાળા તત્વો મળે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમના માટે આ ચટણી અત્યંત ફાયદાકારક છે.
5. લસણની ચટણી
લસણ એક સ્ટ્રોંગ નેચરલ એંટીબાયોટીક, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ હાર્બ છે. આ ઉંમરની સાથે થતા શારીરિક બદલાવોને ઘટાડવામાં અને બધા રોગોનો ઈલાજ કરવામાં મદદ કરે છે.
6. આમળાની ચટણી
આમળાની ચટણીથી ઈમ્યૂન સિસ્ટમ સારી રહે છે. તેમાં હાજર વિટામિન સી અને અન્ય પોષક તત્વો તમારા શરીરની બધી જ સમાસ્યાઓ દૂર કરે છે. સાથે જ આ ચટણીમાં આદૂ અને લીંબુ મિક્સ કરીને સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે.