બ્રેકિંગ ન્યુઝ
VTV / know when you should replace your daily things and cosmetic
Bhushita
Last Updated: 12:21 PM, 3 March 2020
ADVERTISEMENT
ટૂથબ્રશ
ADVERTISEMENT
કોઇપણ ટૂથબ્રશ ત્રણ મહિના બાદ ચેન્જ કરી દેવું જોઇએ. વેસ્ટ લંડનના ગાર્ડન સ્કવેયર ડેંટલ ક્લિનિકલના ડાયરેક્ટર ડો. આમેર સૈયદ અનુસાર, 3 મહિના બાદ ટૂથબ્રશ યૂઝ કરવાથી લૂઝ બ્રિસલ્સના કારણે પેઢા છોલાવવા લાગે છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે.
હેર બ્રશ
કોઇપણ હેર બ્રશને સતત ક્લીન કરવું જરૂરી છે. ચાર વર્ષ બાદ તેને ચેન્જ કરવામાં ફાયદો છે, વધારે જૂના બ્રશથી માથાની સ્કીનમાં સ્ક્રેચ આવે છે અને ઇન્ફેક્શનનો ડર રહે છે.
સ્લીપર્સ
કોઇપણ ચંપલ જો તમે સતત પહેરી રહ્યા છે તો તેને 6 મહિના બાદ ચેન્જ કરી લો. વધારે જુના સ્લીપર્સથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે, આ સિવાય ક્યારેક એડીનો દુઃખાવો થાય તે પણ શક્ય છે.
માઉથવોશ, ટૂથપેસ્ટ અને સાબુ
ટૂથપેસ્ટને 2 વર્ષ સુધી યૂઝ કરી શકાય છે, તેમાં ફ્લોરાઇડ હોય છે. એક્સપાયરી ડેટ બાદ તેનો યૂઝ ન કરો. માઉથવોશ અને સાબુને 3 વર્ષ સુધી યૂઝ કરી શકાય છે, વધારે જૂનો હોવાથી સાબુ કડક થઇ જાય છે.
તકિયા
તકિયાને બેથી ત્રણ વર્ષમાં બદલી નાખવા જોઇએ. લૂઝ તકિયાથી બોડીનું અલાઇન્ટમેન્ટ બગડે છે અને ગરદનમાં દુઃખાવો શરૂ થઇ જાય છે.
રનિંગ શૂઝ
વધારે જુના રનિંગ શૂઝનો યૂઝ કરવાથી પગમાં ખેંચાણ આવે છે, તેનાથી દર્દ પણ થઇ શકે છે. તેને 6 મહિના બાદ ચેન્જ કરી લેવા જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.