બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Know What should a woman eat to live healthy life

ફાયદાકારક / દરેક મહિલા માટે ખૂબ જ કામની 7 ટિપ્સ, જીવનભર રાખશે હેલ્ધી અને સ્ટ્રોન્ગ

Noor

Last Updated: 11:05 AM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહણી હોય કે વર્કિંગ વુમન મહિલાઓ પોતાની હેલ્થનું ધ્યાન રાખતી નથી અને એ જ કારણથી મહિલાઓને નાની ઉંમરે જ ઘણી તકલીફો થવા લાગે છે. જેથી આજે મહિલાઓ માટે બેસ્ટ ટિપ્સ લઈને આવ્યા છે.

  • મહિલાઓએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું
  • મહિલાઓને હેલ્ધી રાખશે આ ટિપ્સ
  • દરેક મહિલાઓ ડાયટ પર આપવું જોઈએ ધ્યાન

મોટાભાગની મહિલાઓ ખાનપાન પર ધ્યાન આપતી નથી. જેના કારણે શરીર અનહેલ્ધી અને નબળું થતું જાય છે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી કરવી બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને એ મહિલાઓ માટે જે ઓફિસ અને ઘરના કામ બંને કરે છે. મહિલાઓએ હેલ્ધી રહેવા માટે ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને કેટલાક સુપરફૂડ્સ ડાયટમાં સામેલ કરવા જ જોઈએ. 

પોષક તત્વોને ડાયટમાં કરો સામેલ

મહિલાઓએ ડાયટ ચાર્ટમાં જરૂરી પોષક તત્વો જેમ કે વિટામિન, ઝિંક, પ્રોટીન, કેલ્શિયમ વગેરે અવશ્ય સામેલ કરવું જોઈએ. જેથી તે ફિટ રહી શકે છે. ફિટ અને હેલ્ધી રહેવા માટે પ્રોપર ડાયટ ચાર્ટ હોવું ખૂબ જ જરૂરી છે. 

ફળોને ડાયટમાં કરો સામેલ

ફળો ખાવા મહિલાઓ માટે બહુ જ જરૂરી છે. તેનાથી જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી મોસમી ફળો, એપ્પલ, કેળા, પપૈયું, કિવી, સ્ટ્રોબેરી વગેરે ફળો મહિલાઓની ડાયટનો ભાગ હોવો જ જોઈએ. તમે સવારે નાસ્તાની સાથે અથવા બપોરે ભોજન કર્યા પહેલાં પણ ફળોનું સેવન કરી શકો છો. 

નાસ્તામાં ખાઓ દૂધ અને ઈંડા

સવારનો નાસ્તો સારો હોય તો તે આખા દિવસ માટે શરીરને એનર્જી આપે છે. સાથે જ બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. જેથી મહિલાઓએ ક્યારેય બ્રેકફાસ્ટ કરવાનું ભૂલવું નહીં. જેમાં સવારના નાસ્તામાં ઈંડા, દૂધ, દલિયા, બ્રાઉન બ્રેડ અને બટર, કોર્નફ્લેક્સ અને વેજિટેબલ સેન્ડવિજ વગેરે ખાવું. સાથે જ તમે ઈચ્છો તો એક કપ ચા પણ પી શકો છો. 

લંચમાં ખાઓ બ્રોકલી, પાલક જેવા ગ્રીન વેજિટેબલ

બ્રેકફાસ્ટ કર્યાના ઓછાંમાં ઓછાં 4-5 કલાક પછી લંચ કરવું. બપોરના જમવામાં સિઝનલ અથલા લીલાં શાકભાજી, દાળ, દહીં અને રોટલી ખાઈ શકો છો. આ સિવાય તમે બ્રોકલી, પાલક, મેથી, દૂધ, ઓછાં તેલમાં બનાવેલું પનીરનું શાક, એગ ભૂરજી પણ ખાઈ શકો છો. સલાડ પણ અવશ્ય ખાવું. જેમાં કાકડી, સિમલા મિર્ચ, કોબીજ, ગાજર, થોડો લીંબુનો રસ વગેરે સામેલ કરવું

રાતે ખાઓ ચિકન અથવા લીલાં શાકભાજી

જો તમે માંસાહારી છો તો ડિનરમાં ચિકન અથવા ફિશ ખાઈ શકો છો. સપ્તાહમાં એક દિવસ રેડ મીટ પણ ખાઈ શકો છો. જો શાકાહારી હો તો લીલાં શાકભાજી, એક પ્લેટ બ્રાઉન રાઈસ અથવા દાળના ચીલાં પણ ખાઈ શકો છો. તેમાંથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહેશે. આ સિવાય તમે રાતે સલાડ અને સૂપ પણ લઈ શકો છો. 

ડિનરની સાથે સલાડ ખાવાનું ભૂલવું નહીં

તમારા ડિનરમાં સલાડ અવશ્ય સામેલ કરો. તેનાથી શરીરમાં એક્સ્ટ્રા ફેટ નહીં વધે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. આ સિવાય હમેશાં રાતનું ડિનર સૂવાના 2-3 કલાક પહેલાં જ ખાઈ લેવું. 

આ વાતોનું રાખો ધ્યાન

ડાયટ ચાર્ટ બનાવ્યા બાદ તેનું નિયમિત પાલન કરવું અને એકસાથે પેટ ભરીને ખાવાની જગ્યાએ દર 2 કલાકે થોડું-થોડું ખાઓ. જંક અને પ્રોસેસ્ડ ફૂ઼ડ્સ ખાવાનું અવોઈડ કરો. સાથે જ નિયમિત યોગ અને કસરત કરો. આ સિવાય તમે ઈચ્છો તો ડાયટ ચાર્ટ માટે કોઈ ડાયટિશિયનની સલાહ પણ લઈ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ