આજે એટલે કે 26 મેનાં રોજ અપરા એકાદશી છે. જાણો આજે ક્યા ક્યા કાર્યો કરવાથી બચવું જોઈએ.
આજે છે અપરા એકાદશી
દર વર્ષે 24 એકાદશી મનાવવામાં આવે છે
આજના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ 4 કામ
આજે છે અપરા એકાદશી
હિંદુ પંચાંગ પ્રમાણે દર વર્ષે કુલ 24 એકાદશી મનાવવામાં આવે છે. આ પ્રકારે એક મહિનામાં બે એકાદશી આવે છે. પહેલી કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી આજે એટલે કે 26 મેનાં રોજ ગુરુવારે છે. ખાસ વાત એ છે કે અપરા એકાદશી આ વર્ષે આયુષ્માન યોગમાં મનાવાઇ રહી છે. જ્યોતિષો અનુસાર, અપરા એકાદશીનાં દિવસે અમુક કામ વર્જિત હોય છે.
અપરા એકાદશીનાં દિવસે ન કરવા જોઈએ આ કામ
1. અપરા એકાદશીનાં દિવસે ચોખા ન લેવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિનું મન ચંચળ બને છે અને ઈશ્વરની ભક્તિનાં સમયે એકાગ્રતા પણ ભંગ થાય છે. એમ કહેવામાં આવે છે કે માતા શક્તિનાં ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ શરીરનો ત્યાગ કર્યો હતો. તેમનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યાર બાદ ચોખા અને જવનાં રૂપમાં મહર્ષિ મેધા ઉત્પન્ન થયા હતા, એટલા માટે ચોખા અને જવને જીવની પદવી આપવામાં આવી છે.
2. એકાદશીનાં દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. આ દિવસે, લસણ, ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, માંસ કે મદિરા પાનનો તો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ. એકાદશીનું વ્રત કરનારાઓએ બ્રહ્મચર્યાનું પાલન કરવું જોઈએ.
3. એકાદશીના દિવસે બેડ કે પલંગ પર સુવાને બદલે જમીન પર જ સુવું જોઈએ. આ દિવસે શારીરિક સંબંધ અથવા આ પ્રકારના વિચારો પણ કરવાથી બચવું જોઈએ.
4. એકાદશી પર કાળા કપડા ન પહેરવા જોઈએ. કાળા કપડાને બદલે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાથી લાભ મળશે. પૂજા દરમિયાન પણ પીળા રંગના જ કપડા પહેરવા જોઈએ.