ધર્મ / આ કારણે શિવ મંદિરોમાં કરવામાં આવે છે કાળ ભૈરવ અને પોઠિયા કાચબાનું સ્થાપન

Know The Speciality of the Shiv Mandir and Benefits of Tortoise

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવ મંદિર કહેવામાં આવે છે. અન્ય ભગવાનોનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. મહાદેવનાં શણગાર તથા પૂજાવિધિમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફૂલો ધતુરો, બીલીપત્ર, રુદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠિયો, વગાડવામાં ડમરું, શરીરે જટાજૂટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજાવિધિમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ મહાદેવજીની સ્થાપના થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ