બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Know RBI's warning: What to do if you get a message saying you won Lottery

તમારા કામનું / RBIની ચેતવણી જાણી લેજો: લોટરી લાગી છે એવો મેસેજ આવે તો શું કરશો?

Megha

Last Updated: 12:44 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI એ BE AWARE નામની બુકલેટ બહાર પાડી છે જેમાં ઠગ લોકો ક્યા ક્યા પેંતરા અજમાવીને લોકોને ઠગે છે એ વિશે માહિતી આપી છે. તેમાંથી જ એક છે લોટરી સ્કેમ..

  • આરબીઆઈ એ એક BE AWARE નામની બુકલેટ બહાર પાડી છે
  • ઠગ લોકો ક્યા ક્યા પેંતરા અજમાવીને લોકોને ઠગે છે 
  • શું છે આ લોટરી સ્કેમ, ઠગારા કેવી રીતે ઠગ કરે છે જાણો 

માનવીની વૃતિ હોય છે કે જેટલું મળે છે કે જેટલું હાજર છે એમાં ખુશ નથી રહી શકતા. એવું જ પૈસા માં પણ થાય છે. આજ સુધી કોઈ એવું વ્યક્તિ નહીં હોય જે તેની પાસે હાલ જેટલા રૂપિયા છે જેટલી બચત છે તેનાથી ખુશ અને સંતુષ્ટ હોય. જેમ જેમ પૈસા કમાઈએ એમ એમ વધુને વધુ પૈસા કમાવવાની લાલચ જાગતી રહે છે અને એવામાં કોઈ કામ કે મહેનત વિના પૈસા મળી રહે તો કેટલું સારું, આવા વિચારો પણ ઘણી વખત મગજમાં આવતા હોય છે. 

આવા જ વિચારના કારણે ઘણાં લોકો જુગાર અને લોટરી ખરીદવાનાં રસ્તા પર ચાલ્યા જાય છે. આપણી આવી જ મનોવૃત્તિનો ફાયદો ઠગો ઉઠાવી જાય છે. તમારી પાસે મોબાઈલ છે તો તમને અંદાજો હશે જ કે ઘણી વખત એવા મેસેજ કે ફોન આવતા હોય છે જેમાં કોઈ અજાણી વ્યક્તિ કહે છે કે તમે આટલા લાખો-કરોડો રૂપિયાનો લોટરી લાગી છે કે તમે લકી વિજેતા છો. 

હાલ ટેકનોલોજી અને ઈન્ટરનેટનાં જમાનામાં પૈસા કમાવવા સહેલા થઇ ગયા છે એમાં ઠગો માટે ઘર બેઠા પૈસા ઠગવા પણ સહેલા થઇ ગયા છે. એવામાં ઠગ લોકો ઘર બેઠા વધુ પૈસા કમાવવાની માણસોની મનોવૃત્તિને સમજીને આવા મેસેજ અને કોલ કરતા રહે છે. આવા ઠગારા કેવી હોશિયારીથી લોકોને ઠગે છે એ વિશે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ પણ એક BE AWARE નામની બુકલેટ બહાર પાડી છે જેમાં ઠગ લોકો ક્યા ક્યા પેંતરા અજમાવીને લોકોને ઠગે છે એ વિશે માહિતી આપી છે. તેમાંથી જ એક છે લોટરી સ્કેમ.. 

ચાલો જોઈએ શું છે આ લોટરી સ્કેમ, ઠગારા કેવી રીતે ઠગ કરે છે અને આરબીઆઈએ બચવા માટે શું ચેતવણી આપી છે
- ઠગ લોકો તમને ફોન, મેસેજ કે ઈમેઈલ દ્વારા જણાવે છે કે કોઈ એક મોટી રકમની લોટરી તમને લાગી છે 
- જો તમે જરા પણ વાતમાં રસ ધરાવો તો તમારી પાસે તમારું આખું નામ જાણે છે અને જો મેઈલ આવ્યો હોય તો તમારા નંબર પણ માંગે છે. 
- એ પછી કોઈ વેબસાઈટ પર તમને તમારા નામ નંબર સહીત બેંક ડીટેલ, ક્રેડીટ કે ડેબીટ કાર્ડ ડીટેલ આપવા માટે કહે છે અથવા તો મેસેજ દ્વારા આ બધી ડીટેલ તમારી પાસે માંગે છે. 
- ઘણી વખત આવા ઠગ લોકો લોટરીની કિંમત મેળવવા માટે પહેલાં એ કિંમતણો ટેક્સ તમારે ભરવો પડશે એમ કહે છે અને એ ટેક્સની કિંમત લોટરીની કિંમત કરતા ઘણી નજીવી હોય છે. 
- ઘણી વખત આવા ઠગો કોઈ બેંકનાં પ્રતિનિધિ, આરબીઆઈનાં અધિકારી કે કોઈ જાણીતી કંપનીનું નામ લઈને તમને ફસાવવાની કોશિશ પણ કરે છે. 
- ઠગારા ટેક્સ તરીકે નહીં તો આટલી મોટી કિંમતને બેંકમાં ટ્રાન્સફર કરવા માટે પ્રોસેસિંગ ફી કે ચાર્જની માંગણી કરે છે. 
- જાણે તમને 5-10-20 લાખની લોટરી લાગી છે તો એની સામે 4-5 હજાર જેટલી પ્રોસેસિંગ ફીની માંગ કરે છે. 
- એક વખત આ ટ્રાન્સફર કરી દીધા પછી ઠગારા એ પૈસા લઈને નીકળી જાય છે અને એ લોટરીનાં પૈસા ક્યારેય મળતા જ નથી. 

બચવા માટે શું કરવું જોઈએ
-જો તમે ક્યારેય કોઈ લોટરી ખરીદી નથી કે કોઈ સ્કીમમાં વિગત નથી ભરી અને આવી અજાણી વ્યક્તિનો ફોન આવે તો સમજી જવું કે આ ફ્રોડ કોલ છે. 
- ધારો કે તમે તમારી વિગત ક્યાંક આપી છે તો જે વ્યક્તિ તમને ફોન કરીને તમારું નામ પૂછે તમે તેને સામે પૂછો કે મને લોટરી લાગી છે તો તમે તમારા રેકોર્ડમાં જોઈને મારું નામ કહો. 
- જો કોઈ તમને તમારા બેંક ખાતાનાં નંબર કે ક્રેડીટ કે ડેબીટ કાર્ડના નંબર માંગે તો ભૂલથી પણ શેર કરવા જોઈએ નહીં. બને ત્યાં સુધી મોબાઈલ નંબર પણ શેર ન કરવા જોઈએ. 
- જો તમને લોટરી જીતવાનો મેસેજ કે ઈમેઈલ આવે તો ક્યારેય એનો જવાબ આપવો નહીં. 
- કોઈ બેંકનાં અધિકારી બનીને કોઈ તમને ફોન કરે તો એમની સાથે ક્યારેય તમારા બેંક એકાઉન્ટ નંબર શેર કરવા નહીં. બેંકની સીસ્ટમમાં તમારા નામ સાથે જ તમારા બેંક એકાઉન્ટ નંબર એમના અધિકારીને સીસ્ટમમાં જોઇને ખબર પડી રહેતી હોય છે. 
- આરબીઆઈનાં અધિકારી ક્યારેય તમે ટેક્સ ભરવા માટે સામેથી ફોન નહીં કરે. ઇન્કમ ટેક્સ રીટર્નની ફાઈલ તમારે જ ભરવી પડે છે.  

નોટ - હાલનાં જમાનામાં કોઈ પાસે પૂરતા કે વધુ પડતા પૈસા નથી કે એ લોટરીની જેમ લોકોમાં વંહેચતા રહે. લોટરીનાં નામે આવતા દરેક મેસેજ અને ફોન ફ્રોડ જ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ