બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / know important work before rakhi raksha bandhan 2022 date shubh muhurat

Raksha Bandhan 2022 / 11 ઓગસ્ટે છે રક્ષાબંધનનો તહેવાર, તે પહેલા કરી લો આટલા કામ, અતૂટ રહેશે ભાઈ બહેનનો પ્રેમ

Arohi

Last Updated: 05:11 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનો તહેવાર છે. આ દિવસે ભાઈ પોતાની બહેનોને મળે છે અને રાખડી બંધાવે છે.

  • 11 ઓગસ્ટે છે રક્ષાબંધનનો તહેવાર 
  • આ પહેલા કરીલો આટલા કામ 
  • નહીં તો રાખડી વગર રહી જશે ભાઈનો હાથ 

ભાઈ અને બહેનના તહેવારોમાં રક્ષા બંધન (Raksha Bandhan 2022)નો તહેવાર વિશેષ સ્થાન ધરાવે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે  (Sawan Month 2022) ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. 

જ્યારે ભાઈ તેની બહેનોને કંઈક ભેટ આપે છે. સાથે તેમની રક્ષા કરવાનું વચન પણ આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં શુભ મુહૂર્તમાં જ ભાઈઓને રાખડી બાંધવાની વાત કહેવામાં આવી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ છે. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનો આ તહેવાર આ વખતે 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ તહેવાર પહેલા, એવી કેટલીક બાબતો છે જે સમયસર કરવી જોઈએ.

ભાઈ દૂર હોય તો અત્યારથી જ મોકલો રાખડી 
જો તમારો ભાઈ ક્યાંક દૂર ભણવા કે નોકરી કરવા ગયો હોય. અથવા અન્ય કોઈ કારણસર તમે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધી શકતા નથી, તો આવા સંજોગોમાં આત્યારથી જ તેમને કુરિયર અથવા પોસ્ટ દ્વારા રાખડી મોકલો. જેથી ભાઈને રક્ષાબંધન પહેલા રાખડી મળી જાય અને તે સમયસર રાખડી બાંધી શકે.

બહેન માટે મોકલો ભેટ 
તેવી જ રીતે જો ભાઈ પણ રક્ષાબંધનના દિવસે તેની બહેનને ભેટ આપવા માંગે છે. તો તેણે પણ તે અગાઉથી ખરીદી લેવું જોઈએ અને ટપાલ દ્વારા બહેનને મોકલવું જોઈએ. જેથી બહેનને પણ રક્ષાબંધનના દિવસે ભાઈની ભેટ મળી શકે.

કરાવી લો ટિકિટ બૂકિંગ 
જે ભાઈ-બહેન એકબીજાથી દૂર છે. રક્ષાબંધનના દિવસે તેમની પાસે પહોંચવા માટે તેઓએ તેમની ટિકિટ અગાઉથી બુક કરાવી લેવી જોઈએ. જરૂરી નથી કે તમને તરત જ ટિકિટ મળી જાય. કારણ કે તહેવારોના સમયે ટિકિટ મહિનાઓ અગાઉથી બુક થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ