બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 01:42 PM, 20 July 2020
ADVERTISEMENT
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એમ ત્રણ જ કંપનીઓના એલપીજી સિલેન્ડરમાં 3 ટેગ લાગેલા હોય છે. જેમાથી બે ટેગ પર સિલિન્ડરનું વજન અને ત્રીજા ટેગ પર કેટલાક નંબર લખેલા હોય છે. આ હકિકતમાં સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે.
ADVERTISEMENT
આવો જોઈએ કેવી રીતે સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકાય
સિલેન્ડરના ટેગ પર A-22, B-24 અથવા C-23, D-21 લખેલું હોય છે. આ ચારેય અક્ષરોને મહિનાઓના વહેંચવામાં આવ્યા છે.
A નો અર્થ છે કે જાન્યુઆરીથી માર્ચ
B એટલે એપ્રિલથી જૂન
C એટલે જુલાઈથી સપ્ટેમ્બર
D એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર
A, B, C અને D અંકો પછી લખવામાં આવેલી સંખ્યા એક્સપાયરી વર્ષ હોય છે. જો ટેગ પર D-22 લખ્યું છે તો સિલિન્ડર ડિસેમ્બર 2022ના રોજ એક્સપાયર થઈ જશે.
દરેક એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક્સપાયરી આવી જાય પછી તેનું પરિક્ષણ કરવામાં આવે છે. અને જો આ ટેસ્ટમાં તે નિષ્ફળ જાય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવે છે. નવા સિલિન્ડરનું ટેસ્ટિંગ 10થી 15 વર્ષમાં કરવું પડે છે. જૂના સિલિન્ડરનું પરીક્ષણ દર પાંચ વર્ષે કરવું જરૂરી છે.
ક્યાં થાય છે ટેસ્ટિંગ?
ગેસ સિલિન્ડર પ્લાન્ટમાં સિલિન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઘણી વાર લોકો વર્ષો સુધી સિલેન્ડર વાપરતા નથી ત્યારે તેનું ટેસ્ટિંગ કરાવવું ખુબ જરુરી છે. જો તેનું સમયસર ટેસ્ટિંગ કરવામાં ન આવે તો અકસ્માત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.