ઘરે લાવો આ છોડ તો રાતો-રાત થશો માલામાલ

By : juhiparikh 03:47 PM, 12 January 2018 | Updated : 03:47 PM, 12 January 2018
ઘરમાં છોડ લગાવવાથી ઘરની સુંદરતામાં તો વધારો થાય છે, સાથે જ શુદ્ઘ હવા પણ મળે છે.  આ માત્ર આટલો જ લાભ નથી આપતા, પરંતુ ઘરના બગીચામાં લાગેલા છોડથી ઘન લાભ પણ થાય છે. વાસ્તુ ગ્રંથ અનુસાર, ઘરના બગીચામાં તુલસી, કેળાં, ચંપા અને ચમેલી વગેરેના છોડ વિશેષ રીતે લાભદાયક છે. આ છોડ વાવવાથી ઘરમાં ઘનનું આગમન થાય છે. 

કેળાના છોડને ઇશાન ખૂણામાં લગાવવાથી ઘન-સમુદ્ઘિની વુદ્ઘિ થાય છે. જો તેની પાસે તુલસીનો છોડ લગાવવામાં આવો તો, ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. કેળામાં ભગવાન વિષ્ણુ અને તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. 

અસોપાલવનો છોડ સજાવટ માટે લગાવવામાં આવે છે, પરંતુ ઘરમાં તેને સ્થાન આપવાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને શોક દૂર થાય છે. આ છોડ ઘરના તમામ સભ્યોની વચ્ચે પ્રેમ વધારે છે. ફેંગશૂઇના અનુસાર, ઘરની આસપાસ વાંસનો છોડ અથવા તો ઘરની અંદર બોન્સાઇ રૂપ લગાવવાથી સમુદ્ઘિ આવે છે. આ સાથે જ ઘરમાં સકારત્મક ઉર્જા આવે છે.

વાસ્તુ તથા આર્યુવેદ અનુસાર, ઘરમાં હળદરનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. આ છોડ ગુણકારી અને ચમત્કારી છે. ઘરમાં આમળાનું છોડ વાવવાથી અને તેની રોજ પૂજા કરવાથી  તમામ મનોકામનાઓ પૂરી થાય છે. આમળાના ઝોડને ઘરની ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં લગાવવું લાભકારી છે. 

વાસ્તુના અનુસાર, ઘરમાં દાડમનો છોડ વાવવાથી ગ્રહોના દોષોથી બચી શકાય છે. પરિજાતના ઝાડ વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે, તે સમુદ્રમંથનમાંથી નીકળ્યુ હતુ. તેના ફૂલો ભગવાનના ચરણમાં લગાવવાથી સ્વર્ણ દાનનું પુણ્ય મળે છે. ઘરમાં તેના આ છોડથી દેવી-દેવતાઓની કૃપા બની રહે છે. 

શમીનું વૃક્ષ ઘરમાં હોવાનું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેનો સીધો સંબંધ શનિની સાથે જોડવામાં આવ્યો છે. ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ લગાવવું જોઇએ, તેની નીચે નિયમિત રીતે સરસોના તેલનો દીવો કરવો જોઇએ જેથી શનિનો પ્રકોપથી બચી શકાય. આ છોડથી સ્વાસ્થય વધારે સારું બને છે. Recent Story

Popular Story