બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / know gangubai kathiawadis box office collection

બોલિવુડ / ગંગુબાઈ કાઠિયાવાડીએ વર્લ્ડ વાઈડ દર્શકોને બનાવ્યા દીવાના! બોક્સ ઓફીસ કલેક્શન જાણીને ચકરાઈ જશો

Khevna

Last Updated: 10:06 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જાણો અત્યાર સુધીમાં આ ફિલ્મે કેટલી કમાણી કરી

  • ગંગુબાઈનો બોક્સ ઓફીસ પર જાદુ 
  • ઝુંડ સામે ન ઝુકી ગંગુબાઈ 
  • મુંબઈની માફિયા ક્વીન પર આધારિત 

ગંગુબાઈનો બોક્સ ઓફીસ પર જાદુ 
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને રિલીઝ થયે એક અઠવાડિયું થઇ ચુક્યું છે. સંજય લીલા ભંસાલીનાં નિર્દેશનનાં બનેલ આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 108 કરોડનો આંકડો પાર કર્યો છે. દેશ તથા દુનિયાભરમાં આલિયા ભટ્ટની આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે. બોક્સ ઓફીસ પર પહેલા દિવસથી જ આ ફિલ્મ શાનદાર પ્રદર્શન કરી રહી છે તથા નવી ફિલ્મોના રિલીઝ બાદ પણ આ ફિલ્મ ઝૂકવા માટે તૈયાર નથી. આવનાર દિવસોમાં આલિયા ભટ્ટની આ ફિલ્મ સામે ઘણી તકલીફો આવશે. 

ઝુંડ સામે ન ઝુકી ગંગુબાઈ 
ગયા દિવસોથી જ બોક્સ ઓફીસ પર બે ફિલ્મો રિલીઝ થઇ છે તથા તેમ છતાંય આલિયા ભટ્ટની ફિલ્મે આઠમા દિવસે 4.50 કરોડનમી કમાણી કરી છે. સિનેમાઘરોમાં ધ બેટમેન તથા અમિતાભ બચ્ચનની ઝુંડે પણ કદમ મુક્યા છે પરંતુ આલિયાની ફિલ્મનો જાદુ હજુ પણ ઓછો થયો નથી. આવનાર અઠવાડિયાઓમાં પ્રભાસની રાધે શ્યામ પણ  રિલીઝ થવા જઈ રહી છે. તેના આગળનાં અઠવાડિયે જ અક્ષય કુમારની મચ અવેઈટેડ ફિલ્મ બચ્ચન પાંડે પણ રિલીઝ માટે તૈયાર છે. આવામાં આવવાવાળા દિવસોમાં આલિયા ભટ્ટની ફિલ્મ માટે મુશ્કેલીઓનું આવવું નક્કી  છે. 

ફિલ્મમાં છે દમદાર ડાયલોગ્સ
ફિલ્મમાં આલિયા ભટ્ટે ગંગૂબાઈ કાઠિયાવાડીના પાત્રને જીવંત કર્યું છે. આમ તો ફિલ્મમાં ગંગૂબાઈના એકથી વધીને એક ડાયલોગ છે, પરંતુ એક ડાયલોગ જેમાં તેમણે પોતાના જીવનની વાર્તા કહી - 'હમ દિલમેં આગ ચહેરે પર ગુલાબ રખતે હૈ, મિટાકે તુમ્હારે મર્દોકી ભૂખ હમ તુમ્હારા રૂબાબ રખતે હૈ...' ફિલ્મની સ્ટોરી જે પ્રકારે વણવામાં આવી છે, ખરેખર એ વખાણવા લાયક છે. હવે જોવાનું એ છે કે ગંગૂબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફીસ પર કેટલું કલેક્શન કરી શકે છે. 

મુંબઈની માફિયા ક્વીન પર આધારિત 
'ગંગૂબાઈ કાઠિયાવાડી' મુંબઈ માફિયાની ક્વીન તરીકે ઓળખાવાવળી ગંગૂબાઈ પર આધારિત છે, જેમને તેમના જ પતિએ કોઠા પર વહેંચી દીધી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, વિજય રાજ, જીમ સાર્ભ, શાંતનુ મહેશ્વરી જેવા સ્ટાર્સ છે. 

ફિલ્મ જોઈ ઈમ્પ્રેસ થઇ ગયા વિક્કી કૌશલ 
વિક્કી કૌશલ જે ફિલ્મની વિશેષ સ્ક્રીનીંગમાં ઉપલબ્ધ હતા તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં જોવા મળતી શાનદાર પ્રતિભાથી હું હલી ગયો. સંજય સર તમે માસ્ટર છો તથા @aliaabhatt મને સમજાતું નથી કે હું તમારા વિષે શું કહું..... તમે ગંગૂનાં રૂપમાં આશ્ચર્યજનક રૂપથી અદભૂત! સલામ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ