બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:41 AM, 28 May 2023
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર KL રાહુલ સતત ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના ફોર્મ માટે તો ક્યારેય ઈજાના કારણે તે ચર્ચામાં રહે છે. આ વખતે કિસ્સો કંઈક અલગ છે. KL રાહુલ સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની આપત્તિજનક જગ્યા પર જવાની વાત થઈ રહી છે. આ વીડિયોને લઈને KL રાહુલની પત્ની આથિયા શેટ્ટીએ એક નોટ જાહેર કરી છે.
ADVERTISEMENT
વીડિયોને લઈને ગુસ્સે થઈ આથિયા શેટ્ટી
ટીમ ઈન્ડિયાના ઓપનર અને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન KL રાહુલે લઈને એક વખત ફરી વિવાદ ઉભો થઈ ગયો છે. આ વખતે વિવાદ તેના એક વીડિયોને લઈને થઈ રહ્યો છે.
આ વીડિયો સાચો છે કે નહીં તે વિચાર્યા વગર સોશિયલ મીડિયા પર તેને વાયરલ કરવામાં આવ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે KL રાહુલ લંડનના આપત્તિજનક ક્લબમાં મળી ગયા છે. આ વીડિયોને જોયા બાદ તેમની પત્ની આથિયા શેટ્ટી ખૂબ ભડકી છે.
KL Rahul has discovered the most effective method of recovery.
— Vipin Tiwari (@vipintiwari952) May 27, 2023
pic.twitter.com/GGWDbW6x06
આથિયાએ શેર કરી પોસ્ટ
KL રાહુલની પત્ની આથિયાએ સોશિયલ મીડિયા પર પતિના નામથી વીડિયો વાયરલ કરનારની ખૂબ ક્લાસ લગાવી છે. તેમણે પોતાની વાત સીધી અને સ્પષ્ટ રીતે કરતા ઘટિયા હરકત કરનારને ઠપકો લગાવ્યો છે. આથિયાએ લખ્યું, હું સામાન્ય રીતે કોઈ વાત પર પ્રતિક્રિયા આપવાની જગ્યા પર ચુપ રહેવાનું પસંદ કરૂ છું. પરંતુ ક્યારેક ક્યારેક પોતાના માટે ઉભુ થવું જરૂરી હોય છે.
હું, રાહુલ અને મારા મિત્રો એક સામાન્ય જગ્યા પર ગયા હતા જેવી કે બધા લોકો જાય છે. આવું કંઈ પણ ક્યાંયથી પણ વાતો બનાવવાની બંધ કરો. કંઈ પણ આમ કહેતા પહેલા પોતાના ફેક્ટને સારી રીતે ચેક કરવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.