બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul to Part Ways With Punjab Kings After Being Approached by Franchises-Report

ક્રિકેટ / IPLમાં ખરાબ પ્રદર્શનના બાદ આ દિગ્ગજ સ્ટાર ખેલાડી છોડી શકે છે ટીમ, સનરાઝર્સ હૈદરાબાદનો સંપર્ક સાધ્યો

Arohi

Last Updated: 04:52 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહેવાલો અનુસાર કે. એલ. રાહુલ હવે પંજાબ કિંગ્સનો હિસ્સો રહેવા માગતો નથી.

  • રાહુલ હવે પંજાબ કિંગ્સનો હિસ્સો રહેવા માગતો નથી
  • હરાજીમાં રાહુલ અને આરસીબીનું પુનર્મિલન થઈ શકે છે
  • જાણો સમગ્ર વિગત 

આઇપીએલની ૧૪મી સિઝનમાં ભલે કે. એલ. રાહુલના બેટમાંથી રનનો વરસાદ વરસ્યો હોય, પરંતુ તેની ટીમ ફરી એક વાર ફ્લોપ જ રહી. પોતાના પ્રથમ ખિતાબને શોધી રહેલી પંજાબ કિંગ્સ પ્લેઓફ સુધી પણ પહોંચી શકી નહીં. પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર રહેલી ટીમને હવે તેના જ કેપ્ટને મોટો ઝટકો આપ્યો છે.

રાહુલ હવે પંજાબ કિંગ્સનો હિસ્સો રહેવા માગતો નથી
અહેવાલો અનુસાર કે. એલ. રાહુલ હવે પંજાબ કિંગ્સનો હિસ્સો રહેવા માગતો નથી. આગામી વર્ષે મેગા ઓક્શનમાં તે ખુદને હરાજીમાં સામેલ કરવાનું વિચારી રહ્યો છે. તેણે અન્ય ફ્રેંચાઇઝીઓનો સંપર્ક સાધવાનું શરૂ પણ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે બધી ફ્રેંચાઇઝી નવેસરથી પોતાની ટીમ તૈયાર કરશે. સાથે સાથે ટૂર્નામેન્ટમાં બે નવી ટીમનો ઉમેરો પણ થવાનો છે, જેના કારણે ટીમની સંખ્યા આઠથી વધીને દસ થઈ જવાની છે.

હરાજીમાં રાહુલ અને આરસીબીનું પુનર્મિલન થઈ શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ-૨૦૨૨ની હરાજીમાં રાહુલ અને આરસીબીનું પુનર્મિલન થઈ શકે છે. આઇપીએલ-૨૦૨૧ના બીજા તબક્કા પહેલાં વિરાટ કોહલીએ જાહેરાત કરી દીધી હતી કે તે વર્તમાન ટૂર્નામેન્ટ બાદ આરસીબીની કેપ્ટનશિપ છોડી દેશે. આ સ્થિતિમાં આરસીબી એક સારો કેપ્ટન શોધી રહી છે. વર્તમાન ખેલાડીઓમાં ડી'વિલિયર્સ, મેક્સવેલ અને યુઝવેન્દ્ર ચહલ કોહલીના ઉત્તરાધિકારી બનવાની રેસમાં છે, જોકે ડી'વિલિયર્સ પોતાની કરિયરના અંતિમ ચરણમાં છે. ચહલની નેતૃત્વ ક્ષમતા અંગે કોઈ જાણતું નથી. મેક્સવેલે આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ફ્રેંચાઇઝી કેપ્ટન તરીકે કોઈ વિદેશી ખેલાડીને નિયુક્ત કરવામાં ખચકાટ અનુભવે છે. આ સ્થિતિમાં કે. એલ. રાહુલ જો હરાજીમાં ઊતરશે તો આરસીબી તેના પર નાણાંનો વરસાદ કરવામાં પાછું વાળીને નહીં જુએ.

જોકે બીસીસીઆઇ તરફથી હજુ સુધી કેટલા ખેલાડી રિટેન કરી શકાશે તે અંગે કોઈ અપડેટ આવી નથી. એટલું તો નક્કી છે કે મેગા ઓક્શન પહેલાં ફ્રેંચાઇઝી કેટલાક ખેલાડીઓને રિટેન કરી શકશે. સાથે સાથે રાઇટ ટુ મેચ (આરટીએમ) કાર્ડનો પણ ઉપયોગ કરી શકશે.

પંજાબ કિંગ્સને ૧૪માંથી છ મેચ જીતી અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો
આઇપીએલ-૨૦૨૧માં પંજાબ કિંગ્સની વાત કરવામાં આવે તો ટીમે ૧૪માંથી છ મેચ જીતી અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો. બીજી તરફ કે. એલ. રાહુલનું બેટ સતત રનનો વરસાદ કરતું રહ્યું. ૧૩ મેચમાં ત્રણ વાર અણનમ રહીને રાહુલે ૬૨૬ રન ફટકારી દીધા. ૬૨.૬૦ની શાનદાર એવરેજ સાથે ઓરેન્જ કેપ હાલ રાહુલ પાસે જ છે.

આઇપીએલમાં પોતાની ટીમની સફર ખતમ થયા બાદ હવે રાહુલ ટીમ ઇન્ડિયાના બાયોબબલમાં પહોંચી ચૂક્યો છે. બીજી તરફ પંજાબ કિંગ્સના અધિકારીઓને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે આ અંગે મૌન સાધવાનું પસંદ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ