વાહ / આ ગામની સરકારી શાળામાં હોંશેહોંશે વિદ્યાર્થીઓ જાય છે ભણવા, શિક્ષક બન્યા આદર્શ

Kitchen garden in a government school dabhoi

અત્યાર સુધી આપણે શિક્ષક સારું ભણાવે અને બાળકો માટે ખાસ પરિશ્રમ કરતા હોય તેવા શિક્ષકો વિશે સાંભળ્યું છે. પણ એક શિક્ષક જે જ્ઞાનની સાથે-સાથે બાળકોના પેટનું પણ ધ્યાન રાખે છે અને તેમના માટે શાળામાં જ શાકભાજી ઉગાવે તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. પરંતુ આવી જ કરામત ડભોઈ તાલુકાના વાયદપુર ગામની શાળાના આચાર્યએ કરી બતાવી છે. જેમણે પોતાની જ શાળાના કમ્પાઉન્ડમાં જ ઓર્ગેનિક શાકભાજી ઉગાળવાની અદ્ભત કામગીરી કરી છે. જેથી કરીને શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં આરોગ્યપ્રદ ભોજન મળી રહે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ