બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / kishan murder case maulana takes fees to join Islamic organization

ખુલાસો / કિશન હત્યા કેસ : સંગઠનમાં જોડાવા માટે મૌલાના રુ.365 લેતો ફી, મસ્જિદમાં યુવકોને ફ્રીમાં પુસ્તિકા અપાતી

Khyati

Last Updated: 02:17 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકા કિશન હત્યા કેસ મામલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો. મૌલાના કમર ગની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

  • ધંધુકા કિશન હત્યાનો મામલે ખુલાસો 
  • મૌલાના કમર ગની યુવાનોનું બ્રેઇન વૉશ કરતો
  • મૌલાના ઐયુબે કટ્ટરવાદી વાતોની બુકનું ફ્રીમાં કરતો વિતરણ 

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે.  પહેલા આરોપીઓનું પાકિસ્તાન અને આતંકી કનેક્શન સામે આવ્યુ ત્યાર બાદ વિદેશી કનેક્શન ખૂલતા તપાસના ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ મામલે હવે સેન્ટ્રલ એજન્સી પણ તપાસમાં જોડાઇ છે. સમગ્ર કાવતરા NIA પણ તપાસ કરશે. મૌલાના કમર ગની ઉસમાની અને ઐયુબના કનેક્શનને લઇને તપાસ હાથ ધરાવામાં આવશે.

કમર ગની યુવાનોનું કરતો બ્રેન વૉશ

દિલ્હીથી ઝડપાયેલો મૌલાના કમર ગની ઉસમાની અંગે તપાસમાં ખુલાસો થયો છે તે યુવાનોનું બ્રેઇન વૉશ કરતો હતો.  જે યુવાનો કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હોય તેઓનું બ્રેઇન વૉશ કરતો હતો. આવા ઘણા યુવાનો મૌલાનાના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે.આટલુ ઓછુ હોય તેમ સોશિયલ મીડિયામાં પણ તે યુવાનોને ટાર્ગેટ બનાવતો હતો.  જો કે સોશિયલ મીડિયામાં યુવકોને  કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા તેને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

મૌલાના કમર ગની ગુજરાત 6વાર આવ્યો

મૌલાના કમરગની ઇસ્લામિક સંગઠન સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો હતો ત્યારે હવે એ પણ સામે આવ્યુ છે કે તે યુવાનોને સંગઠનમાં જોડવા માટે 365 રુપિયાની ફી પણ લેતો હતો. આ માટે તેણે 6 વખત ગુજરાતની મુલાકાત પણ લીધી. તે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં રોકાયો હતો. અનેક યુવકોનું બ્રેઇન વૉશ કર્યુ હતું.

મૌલાના ઐયુબે છપાવ્યું હતું પુસ્તકો

અમદવાદ જમાલપુર મસ્જિદનોનો મૌલાના ઐયુબ જાવરવાલા અંગેવધુ એક ખુલાસો થયો છે.મૌલાનાએ જજબા એ શહાદત નામના 1500 જેટલા પુસ્તક છપાવ્યા હતા. મસ્જિદમાં આવનાર દરેક યુવકને તે આ પુસ્તક ફ્રીમાં આપતો હતો. મૌલાના ઐયુબે લખેલા આ પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ થયો હોવાનો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ