બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / King Khan took this decision to bail his son Aryan, help Salman!

બોલિવૂડ / કિંગખાને દીકરા આર્યનને જામીન અપાવવા માટે લીધો આ નિર્ણય, સલમાને કરી મદદ!

ParthB

Last Updated: 07:13 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાને અમિત દેસાઈને આર્યન ખાનનો વકીલ તરીકે પસંદગી કરી છે. અમિત દેસાઈએ સલમાન ખાનને 2002 ના હિટ એન્ડ રન કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.

  • આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે 
  • કિંગ ખાને નવા વકીલ તરીકે અમિત દેસાઈની નિમણૂંક કરી 
  • અમિત દેસાઈએ સલમાનને જામીન આપ્યા હતા

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે 

સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે મુંબઈના જાણીતા વકીલ સતીશ માનશિંદે આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. હવે શાહરૂખ ખાને આર્યન કેસ માટે નવા વકીલની નિમણૂક કરી છે.

શાહરુખખાને  નવા વકીલની નિમણૂંક કરી 

શાહરૂખ ખાને અમિત દેસાઈને આર્યનન ખાનના નવા વકીલ તરીકે નિમણૂંક કરી છે.મહત્વનું છે કે, સલમાન ખાનને 2002ના હિટ એન્ડ રન કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતાં. અમિત દેસાઈ હવે આર્યન ખાનને જેલમાંથી બહાર લાવવાની જવાબદારી ઉપડાશે 11 ઓક્ટોબરે અમિત આર્યન ખાન માટે કોર્ટમાં ગયો હતો. જામીન અરજી દાખલ કર્યા પછી NCB કાઉન્સિલે કોર્ટને કહ્યું કે, એજન્સીને જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. 

આર્યન સામે કોઈ પુરાવા કે નશીલો પદાર્થ મળ્યો નથી

આર્યનનો બચાવ કરતાં અમિત દેસાઈએ કહ્યું કે,આર્યન છેલ્લા 1 અઠવાજિયાથી જેલમાં છે. હું જામીન માટે દલીલ કરતો નથી. હું તારીખ પર ચર્ચા કરી રહ્યો છું વહીવટી કારણોસર કોઈની સ્વતંત્રતા પર કાપ મૂકવો જોઈએ નહીં. NCB તપાસ ચાલુ રાખી શકે છે. જ્યાં સુધી આર્યનની વાત છે, મહત્તમ સજા 1 વર્ષ થઈ શકે છે.આર્યન સામે કોઈ પુરાવા નથી કે તેની પાસેથી કોઈ પદાર્થ પણ મળ્યો નથી. તેથી જો હજુ પણ NCB કહે કે તેમને 1 સપ્તાહ વધુ સમયની જરૂર છે તો તેઓએ આ હકીકત જોવી જોઈએ કે તે માત્ર 1 વર્ષની સજા માટે છે.

શુક્રવારે કોર્ટે આર્યનખાનની જામીન અરજી ફગાવી હતી 

આર્યન ખાનની જામીન અરજી શુક્રવારે મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. 11 ઓક્ટોબરે આ કેસની સુનાવણી એનડીપીએસ કોર્ટમાં યોજાઈ હતી. અમિત દેસાઈએ આર્યનનો કેસ કોર્ટમાં લડ્યો અને તેની જામીન અરજીની સુનાવણી માટે આગામી તારીખ માંગી. હવે 13 ઓક્ટોબરે બપોરે 2.45 વાગ્યે કોર્ટમાં આર્યનના જામીનની સુનાવણી થશે.

અમિત દેસાઈએ સલમાનને જામીન આપ્યા હતા

અમિત દેસાઈએ 2015 માં સલમાન ખાનની જામીન અરજીનો કેસ લડ્યો હતો. અમિત દેસાઈએ નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો જેમાં સલમાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મે 2015 માં, જ્યારે અમિત દેસાઈએ સલમાન ખાનનો બચાવ કર્યો, ત્યારે અભિનેતાને 30,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન મળ્યા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ