બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / kiev missile hit apartment building horrible video

VIDEO / રશિયા-યુક્રેન વૉર વચ્ચે સામે આવ્યો હ્રદય કંપાવી નાખે તેવો વીડિયો, મિસાઇલ બિલ્ડીંગ સાથે એવી ટકરાઇ કે....

Dhruv

Last Updated: 04:58 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાએ યુક્રેન પર કરેલા યુદ્ધે ભારે તબાહી મચાવી દીધી છે. એવામાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલા મિસાઇલ એટેકના વીડિયો સૌ કોઇને હલબલાવી મૂકે તેવાં છે. ત્યારે તાજેતરમાં જ કીવથી વધુ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તમારા રૂવાડા ઊભા થઇ જશે.

  • રશિયા-યુક્રેનનો ખતરનાક VIDEO થયો વાયરલ
  • એક જ ઝાટકે મિસાઇલે બિલ્ડિંગ તોડી પાડી
  • યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું - 'રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દો'

યુક્રેનના વિદેશ મંત્રી કુલેબાએ જણાવ્યું કે, 'સુંદર અને શાંતિપૂર્ણ શહેર કીવે રશિયાના જમીન દળો અને મિસાઇલો દ્વારા હુમલા હેઠળ વધુ એક રાત પસાર કરી છે.' તેઓએ વધુમાં જણાવ્યું કે, 'તેમાંથી એક મિસાઇલે તો કીવમાં એક એપાર્ટમેન્ટની બિલ્ડિંગને જોરદાર ટક્કર મારી છે. હું વિશ્વને રશિયા સંઘને સંપૂર્ણ રીતે અલગ કરવાની માંગ કરું છું. રાજદૂતોને હાંકી કાઢો, ઓઇલ પર પ્રતિબંધ લગાવો અને રશિયાની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દો. રશિયા સંઘના યુદ્ધના ગુનેગારોને રોકો.!'

 

યુક્રેન પર બે મિસાઇલો છોડાઇ

કીવ શહેરના કેન્દ્રના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રોમાં બે મિસાઇલો છોડવામાં આવી છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મિસાઇલોમાંથી એક જુલ્યાની હવાઇ અડ્ડા પાસે એક સાઇટ પર છોડાઇ તો બીજી સેવસ્તોપોલ સ્ક્વાયર પાસેના ક્ષેત્રમાં છોડાઇ.'

 

યુક્રેનના નિયંત્રણમાં કીવ જલવિદ્યુત સંયંત્ર

યુક્રેનના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કથિત રીતે હજુ પણ પ્રશાસની પક્કડમાં જ છે. રશિયાના રિપોર્ટોથી વિરૂદ્ધ જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેના સૈનિકોએ સુવિધાને જપ્ત કરી લીધી હતી. જે રશિયાના સૈનિકો દ્વારા ચેર્નોબિલ વિજળી સંયંત્ર સ્થળ પર કબ્જો કર્યાના એક દિવસથી પણ ઓછાં સમય બાદ સામે આવ્યું હતું.

મોસ્કોના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, યુક્રેનના મેલિટોપોલ રશિયન સૈનિકોના હાથમાં આવી ગયું છે. જે રાષ્ટ્રપતિ પુતીન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં કબ્જો થનારું પ્રથમ શહેર બની ગયું છે. મેલિટોપોલ યુક્રેનના દક્ષિણપૂર્વી જાપોરિજ્યા ક્ષેત્રમાં સ્થિત છે.

 

રશિયાના રક્ષા મંત્રાલયના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે,  તેના સૈનિકોએ રાતભરના હુમલાઓમાં યુક્રેનમાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવા માટે હવાઇ અને જહાજ આધારિત ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ