બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / Khodaldham Chairman Naresh Patel thanked the Congress for the ticket to the Patidar candidate, but there was no clarity on the issue of support.

Loksabha Election 2024 / ખોડલધામના નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો માન્યો આભાર, તો પૂનમબેન માડમનું વધ્યું ટેન્શન, કારણ સમાજ

Vishal Dave

Last Updated: 07:32 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો નરેશ પટેલએ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો કે ચૂંટણીને લગતા સવાલ ન પૂછવા વારંવાર કહ્યુ હતું.. પરંતુ પત્રકારોએ વળી-વળીને તેમને ચૂંટણી અને પાટીદાર રાજનીતી સુધી ખેંચવા પ્રયાસ કર્યો હતો.

જામનગરમાં કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ માટે ભૂમિદાનને લઇને ખોડલધામ દ્વારા એપ લોન્ચ કરવા મુદ્દે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જામનગર આવ્યા હતા. જ્યાં પત્રકારોએ તેમને લોકસભા ચૂંટણી સાથે સંબંધિત સવાલ કર્યા હતા.. આમ તો નરેશભાઇએ ઉપસ્થિત પત્રકારોને રાજકીય બાબતો કે ચૂંટણીને લગતા સવાલ ન પૂછવા વારંવાર કહ્યુ હતું.. પરંતુ પત્રકારોએ વળી-વળીને તેમને ચૂંટણી અને પાટીદાર રાજનીતી સુધી ખેંચવા પ્રયાસ કર્યો હતો..ત્યારે નરેશ પટેલે ખુબજ સુજબુઝથી ખુદને રાજનીતીથી દુર રાખવા પ્રયાસ કર્યો હતો. 

પાટીદાર ઉમેદવારને ટીકીટ આપવા બદલ આભાર 

જામનગર બેઠક પર કોંગ્રેસે જે.પી.મારવિયા( પટેલ)ને મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે પક્ષે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપી છે તે મુદ્દે આપ શું કહેશો ત્યારે નરેશ પટેલે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો, જો કે આથી આગળ એકપણ રાજકીય શબ્દો બોલવાથી તેઓ દુર રહ્યા હતા. 

આ પણ વાંચોઃ કોંગ્રેસના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને ઉતર્યા પાટીદારો, કહ્યું 'લોકસભામાં અમે ચંદનજીને મોકલી...', જુઓ Viral Video

રાજકીય વર્તુળોમાં 'આભાર'ને લઇને કયાસ લગાવવાના શરૂ થયા 

જો કે રાજકીય વર્તુળો નરેશ પટેલ દ્વારા કોંગ્રેસનો આભાર માનવાને લઇને પણ અલગ-અલગ ક્યાસ લગાવી રહ્યા છે... અને ચર્ચા કરી રહ્યા છે કે શું નરેશ પટેલે કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો તો તેમનુ સમર્થન કોંગ્રેસ તરફી રહેશે કે શું ? અને આમ થશે તો પછી પુનબેન માડમ કે જે ભાજપના ઉમેદવાર છે તેમનું શું ?  જો કે આ તો બધી ચર્ચાઓ છે... સત્તાવાર રીતે તો નરેશ પટેલે આ ચૂંટણીમાં કોઇને પણ કંઇપણ અટકળ કરવાનો કોઇ મોકો હજુ સુધી આપ્યો નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ