બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Kerala Suspected case of Nipah virus comes in Kozhikode 12 year old child admitted in hospital

નવો ખતરો / કોરોના સામે લડી રહેલા કેરળમાં નવી બીમારીની દસ્તક, અહીં 12 વર્ષના બાળકમાં મળ્યો આ નવો વાયરસ

Bhushita

Last Updated: 07:22 AM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ કેરળના કોઝિકોડ જિલ્લામાં 12 વર્ષના બાળકમાં જોવા મળ્યો છે.

  • કેરળમાં નવો ખતરો
  • દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ 
  • 12 વર્ષના બાળકમાં મળ્યો નવો વાયરસ 

કેરળના કોઝિકોડમાં 12 વર્ષના એક બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે જેને નિપાહ વાયરસના સંક્રમણના લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્ય સરકારે નિપાહની સંદિગ્ધ સૂચના મળતાં જ શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. રાજ્ય સરકારે હજુ સુધી ખાસ કરીને નિપાહ વાયરસની હાજરીની જાહેરાત કરી નથી પણ સૂત્રોનું માનવું છે કે સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે.  

દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ 
દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ આવ્યો હતો. રાજ્યમાં 1 જૂન 2018 સુધી તેના સંક્રમણથી 17 દર્દીના મોત થયા હતા અને 18 કેસ હોવાનું જાણવા મળ્યું હતું. નિપાહ વાયરસે જ્યારે કેરળમાં પહેલી વાર દેખા દીધી તો આખી દુનિયાની નજર કેરળ પર હતી. આ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે.  

મે 2018માં કેરળમાં આવ્યો હતો નિપાહ વાયરસ 
નિપાહ એક અતિ સંક્રામક વાયરલ રોગ છે જે આપણી લાળ, પેશાબ કે મળથી અન્ય લોકોમાં ફેલાય છે. મે 2018માં આ વાયરસે કેરળમાં દસ્તક દીધી અને સ્વાસ્થ્ય તંત્ર હરકતમાં આવ્યું. ભારતમાં દ. કેરળના લોકો અન્ય રાજ્યોની તુલનામાં શિક્ષિત છે અહીં સાક્ષરતા દર 94 ટકા જોવા મળ્યો છે.  

આ કારણે કેરળ કરે છે લોકોને આકર્ષિત
આ સિવાય કેરળ પોતાની પ્રાકૃતિક સુંદરતાથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ સિવાય કેટલાક વર્ષોમાં આ પ્રાંત પ્રાકૃતિક મુશ્કેલીઓ અને વેક્ટર જનિત સંક્રામક રોગ સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. માનવામાં આવે છે કે કેરળમાં રહેતા પરિવારોને ઓછામાં ઓછા એક સભ્ય હિન્દુસ્તાનના કોઈ અન્ય પ્રાંતમાં કે વિદેશમાં રહે છે અને આ સ્થિતિમાં અનેક એક્સપર્ટ્સ માને છે કે બહારના ક્ષેત્રથી આ રાજ્યમાં આવનારા લોકોના કારણે પણ અહીં સંક્રામક રોગ અને ખાસ કરીને વાયરલ રોગના ફેલાવવાની શક્યતાઓ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ