બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Kerala class 10 topper sarang died in accident, saved the life of 6 people by donating his body
Vaidehi
Last Updated: 07:35 PM, 20 May 2023
ADVERTISEMENT
ગર્વમેન્ટ બોયઝ HSS, એટિંગલનાં એકનાં એક વિદ્યાર્થી સારંગનું 6 મેનાં રોજ અકસ્માત થયું હતું જેમાં ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું. SSC પરીક્ષાનાં પરિણામથી પહેલાં જ તેનું નિધન થઈ ગયું. રિઝલ્ટમાં તેને A+ મળ્યો હતો. બાળકનાં નિધન બાદ માતા-પિતાએ તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો.
Kerala: Organs of Class 10 topper killed in accident saves 6 lives
— ANI Digital (@ani_digital) May 20, 2023
Read more @ANI Story | https://t.co/FKh7Uo9k2D#Kerala #organdonation #KeralaStudent #BRSarang pic.twitter.com/n331Lc25GH
ADVERTISEMENT
માતા-પિતાએ તેનું અંગદાન કરવાનો કર્યો નિર્ણય
બીનિશ કુમાર અને રજનીશ પોતાના 16 વર્ષીય દીકરા સારંગનાં મૃત્યુ બાદ તેનું અંગદાન કરવા તૈયાર થયાં હતાં.
શિક્ષણમંત્રી વી શિવનકુટ્ટીએ કર્યો ઉલ્લેખ
શુક્રવારે રાજ્યનાં સામાન્ય શિક્ષણમંત્રી વી શિવનકુટ્ટી પ્રેસ કોન્ફેરેન્સમાં SSLCનાં પરિણામોની ઘોષણા કરતાં સમયે ભાવુક થઈ ગયાં હતાં. પ્રેસ બ્રીફિંગ દરમિયાન મંત્રીની આંખોમાં આંસૂ આવી ગયાં હતાં. તેમણે જણાવ્યું કે સારંગે ટોપ ગ્રેડ મેળવ્યો છે જેની હાલમાં જ દુર્ઘટનામાં મોત થઈ છે.
તમામ વિષયોમાં A+ ગ્રેડ મેળવ્યો
શિવનકુટ્ટીએ કહ્યું હતું કે તિરુવનંતપુરમમાં એક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દસમા ધોરણનાં વિદ્યાર્થી સારંગે તમામ વિષયોમાં A+ ગ્રેડ મેળવ્યો છે. તેમણે કહ્યું કે અંગદાન કરવાનાં પરિવારનાં નિર્ણયથી સમાજને સેવા કરવા માટે પ્રોત્સાહન મળશે.
દુર્ઘટનામાં થયું મોત
સારંગ 6 મેનાં વડક્કોટ્ટુકવમાં કુનંથુકોણમ પુલની પાસે એક દુર્ઘટનામાં ઘાયલ થયો હતો જ્યારે તે પોતાની માતા સાથે રિક્ષામાં બેઠો હતો. દુર્ઘટનામાં ઘાયલ થયેલા સારંગનું ઈલાજ દરમિયાન મોત થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.