બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Kejriwal sparks controversy by meeting Punjab officials, says Opposition

રાજનીતિ / પંજાબની માન સરકાર વિવાદમાં સપડાઈ, કેજરીવાલે કર્યું એવું કે આખો વિપક્ષ તૂટી પડ્યો, જાણો મામલો

Hiralal

Last Updated: 08:28 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સીએમ માનની ગેરહાજરીમાં પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરતા જબરો વિવાદ થયો છે.

  • પંજાબની માન સરકારનો નવો વિવાદ સપાટીએ આવ્યો
  • દિલ્હીના સીએમ કેજરીવાલે પંજાબના અધિકારીઓને મીટિંગ માટે બોલાવ્યાં
  • પંજાબના અધિકારીઓ સીએમની માનની ગેરહાજરીમાં દિલ્હી સીએમને મળવા ગયા

પંજાબની  ભગવંત માન સરકારને લઈને એક નવો વિવાદ સપાટીએ આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પંજાબના મુખ્ય સચિવ અને પંજાબ વીજળી વિભાગના મોટા અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન ત્યાં હાજર નહોતા. સત્તાવાર રીતે તો મુખ્યમંત્રી વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી શકે છે પરંતુ આ કિસ્સામાં કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ બોલાવ્યાંનું જાણમાં આવતા આખો વિપક્ષ તેમની પર તૂટી પડ્યો હતો. 

અમરિન્દર સહિત કોંગ્રેસ અને ભાજપે ભગવંત માન સરકારને સાણસામાં લીધી

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સહિત કોંગ્રેસ અને ભાજપે ભગવંત માન સરકારને સાણસામાં લીધી છે. આખા વિપક્ષે કેજરીવાલ પર પંજાબને બાનમાં લેવાનો આરોપ લગાવીને સીએમ ભગવંત માનને રબર સ્ટેમ્પ ગણાવી દીધા છે. 

અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો-અમરિન્દર 

અમરિન્દરે ટ્વિટ કરીને કહ્યું કે સૌથી વધારે ખરાબ ડર હતો, સૌથી વધારે ખરાબ થયું. અરવિંદ કેજરીવાલે પંજાબ પર કબજો જમાવી દીધો છે. ભગવંત માન રબ્બર સ્ટેમ્પ સીએમ છે. આ પહેલેથી નક્કી હતું. તેમણે કહ્યું કે હવે કેજરીવાલે દિલ્હીમાં પંજાબના અધિકારીઓ સાથે બેઠક કરીને આ વાત સાબિત કરી દીધું છે. 

કેજરીવાલનું પગલું ગેરબંધારણીય-બાજવા 
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે પંજાબ સરકાર ચંદીગઢથી નહીં દિલ્હીથી ચાલી રહી છે. બે દિવસ પહેલા કેજરીવાલે પંજાબના મુખ્ય સચિવ, વીજળી સચિવને ફોન કર્યો હતો. આ ગેરબંધારણીય છે અને પંજાબ પર સીધો કાબુ છે. બાજવાએ કહ્યું કે સરકાર ગુનેગારોની સામે કાર્યવાહી કરી રહી નથી. 

માફી માફે માન અને કેજરીવાલ-સિરસા
ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે દિલ્હીના સીએમ કેજરીવાલ કઈ હેસિયતથી અધિકારીઓ સાથે બેઠક કરી. પંજાબ સરકારના અધિકારી મુખ્યમંત્રીની ગેરહાજરીમાં કેવી રીતે ગયા. શું સીએમ ભગવંત માનને આ બેઠકની જાણકારી હતી. જો હા હોય તો તેમને અને કેજરીવાલ બન્નેએ પંજાબના સન્માનને ઠેસ પહોંચાડવા માટે પંજાબી લોકોની માફી માગવી જોઈએ, આ અસ્વીકાર્ય છે. 

પંજાબ કોંગ્રેસ પ્રમુખનો હુમલો
પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દર સિંહ રાજાએ કહ્યું કે પંજાબના વરિષ્ઠ અધિકારી શું હવે કેજરીવાલ સાહેબના દરબારમાં હાજરી લગાવશે. શું પંજાબના સીએમ માન માત્ર દેખાવ પૂરતા સીએમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ