બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Keep yourself healthy in this Double Season with these Ayurvedic Tips

ડબલ સીઝન / હાલ ચાલી રહી છે માંદગીની સીઝન, આયુર્વેદ પ્રમાણે આટલી સાવધાની તમને બચાવશે રોગોથી

Published By: Noor

Last Updated: 11:38 AM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે દેવદિવાળી સુધી ગરમી અને ક્યાંક-ક્યાંક વરસાદ પણ પડ્યો. દિવાળીમાં વરસાદ પડે તેવું ભાગ્યે જ બન્યુ હશે. વહેલી સવારે કે મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય અને બપોરે ઉનાળા જેવી ગરમી પડે, વાદળો તો ગમે ત્યારે ઘેરાઇ જાય. કમોસમી વરસાદની અસર સૌથી મોટી જે આપણે જાણીએ છીએ તે એ છે કે પાકને નુકસાન પહોંચે. તૈયાર પાક બળી જાય, પરંતુ આ સીઝનની સૌથી મોટી અસર તો વ્યક્તિના સ્વાસ્થ્ય પર થાય છે. આપણી સંસ્કૃતિમાં તહેવારો અને તેની ખાણીપીણીને એકબીજા સાથે સાંકળવામાં આવ્યા છે. તહેવારોની ઉજવણી સીઝન મુજબ થતી હતી, પરંતુ તેમાં હવે પરિવર્તનો આવવા લાગ્યા છે.

  • જીવનશૈલી દ્વારા તમે શરીરના દોષોને સંતુલિત રાખી શકાય
  • સીઝનની સૌથી મોટી અસર તો વ્યક્તિના સ્વાસ્થ્ય પર થાય છે
  • આયુર્વેદમાં આ સીઝન માટે ગાઇડલાઇન ઉપલબ્ધ છે

આયુર્વેદમાં ઠંડી,ગરમી અને વરસાદની ઋતુમાં કેવો ખોરાક લેવો તે વિશે જણાવવામાં આવ્યુ છે. ભોજન અને જીવનશૈલી દ્વારા તમે શરીરના દોષોને સંતુલિત રાખી શકો છો. આપણે ત્યાં 6 ઋતુઓ છે અને 6એ 6 ઋતુઓના જોડાણનો સમય ખૂબ ક્રિટિકલ કહેવાય છે. ખાસ કરીને ઠંડકમાંથી ગરમીમાં, ગરમીમાંથી વરસાદમાં અને વરસાદમાંથી ફરી ઠંડક લાવતી ઋતુને જોડતા કાળને ઋતુસંધિકાળ કહે છે. આયુર્વેદમા દરેક સંધિકાળ વખતે સ્વસ્થ રહેવાની ગાઇડલાઇન પણ આપેલી છે. અત્યારે વરસાદ, ગરમી અને ઠંડી એમ ત્રણેય સીઝન ભેગી થઇ રહી છે તેને વિષમ ઋતુ કહેવાય છે અને આ કંઇ પહેલીવાર બન્યું નથી. આયુર્વેદમાં આ સીઝન માટે પણ ગાઇડલાઇન ઉપલબ્ધ છે. આ સીઝનમાં સ્વાસ્થ્યની જાળવણી માટે કેટલીક બાબતોનું આ રીતે ધ્યાન રાખો.

  • ત્રણેય ઋતુની પરેજી પાળો. વરસાદ હોય તો પલળવું નહી અને ઠંડીનું ધ્યાન રાખવું
  • વરસાદની સીઝનમાં લીલા પાનવાળી શાકભાજીનું સેવન ઓછુ કરો, બને તો ટાળો. તેના બદલે મગ અને કઠોળ વધુ લેવા
  • ગરમ ન કરેલી હોય તેવી અને કાચી વસ્તુઓ ન ખાવી
  • આ ઋતુ પિત્ત અને કફની વિકૃતિ લાવનારી ઋતુ ગણાય છે. 
  • આ સીઝનમાં બરફવાળી વસ્તુઓ સહેજ પણ ન ખાવી
  • પવન ડાયરેક્ટ મોં અને કાન પર ન પડવા દેવો
  • ડીપ ફ્રાઇડ, મેંદો અને ખાંડવાળી વસ્તુઓ, માવાની મીઠાઇઓ અને પચવામાં ભારે હોય તેવી વસ્તુઓનુ સેવન ન કરવું
  • ગ્રીષ્મમાં વધેલા તાપથી બચવું, ડાયરેક્ટ આકરો તડકો ન લેવો
  • ઉનાળામાં કડવાણી જરૂર લેવી. તીખુ, તળેલું, અથાણુ, પાપડ અને અપચો થાય તેવી વસ્તુઓથી દૂર રહેવુ
  • ફુદીનો , આદુ, લીંબુ અને જીરૂનો વધુ ઉપયોગ કરવો 
  • ઘરનું બનાવેલું તાજું અને ગરમ ખોરાક ખાવાનો આગ્રહ રાખો
  • ચટણી કે સલાડ પણ આગલા દિવસના ન ખાવા 
  • તાપમાનમાં ઇન્સ્ટન્ટ બદલાવ ન કરવો. તડકામાંથી ડાયરેક્ટ એસીમાં ન જવું
  • રાત્રે પૂરતી ઊંઘ લેવી. મોડી રાતના ઉજાગરાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે 
  • શિયાળામાં ડાયરેક્ટ પવન નાક દ્વારા અને કાનમાં ન જાય તેનું ધ્યાન રાખવું
  • શિયાળામાં ભરપૂર લીલાં શાકભાજી અને ફળો ખાવા
  • શિયાળા વિવિધ શિયાળુ પાક, ચ્યવનપ્રાશ, ડ્રાયફ્રૂટ્સ જરૂર ખાવા
  • શિયાળામાં તમે ગરમ પ્રકૃતિના ખોરાક પણ ખાઈ શકો છો
  • શિયાળામાં જેટલું બને એટલો હેલ્ધી ખોરાક ખાઓ

આલેખનઃ ભૂમિકા ત્રિવેદી

સંકળાયેલા મુદ્દાઓ

Ayurvedic Diet Ayurvedic tips DoubleSeason Health Stay Healthy આયુર્વેદિક ટિપ્સ માંદગીની સીઝન હેલ્થ Double Season

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ