બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / keep these things in mind while using a pressure cooker, a small mistake can be fatal

તમારા કામનું / સાવધાન! પ્રેશર કુકરનો ઉપયોગ કરતાં સમયે ખાસ આ વસ્તુઓનું રાખો ધ્યાન, નાની ભૂલ બની શકે છે જીવલેણ

Last Updated: 04:45 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે છે.

  • પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
  • કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે
  • તમારે કૂકરની સીટીને બરાબર સાફ કરવી જોઈએ

જો જીવવું હોય તો ખાવું જરૂરી છે. એ વાત આપણે બધા જાણીએ છીએ. દરરોજનું જમવાનું કા તો આપણે બનાવીએ છીએ અથવા તો કોઈ આપણે બનાવીને આપે છે. આપણે રસોડામાં રસોઈ બનાવવા માટે વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ પણ એમાંથી સૌથી વધુ કોઈ વસ્તુનો ઉપયોગ કરતાં હોઈએ તો એ છે પ્રેશર કૂકર. લગભગ દરેક વસ્તુઓ બાફવા અને બનાવવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય છે. પરંતુ પ્રેશર કૂકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તમારી કોઈ એક નાની ભૂલ તમારા માટે જીવલેણ બની શકે છે. એટલા માટે જ કુકરનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ.. 

આ વાતોનું રાખો ધ્યાન 
પાણી 

તમે જ્યારે પણ પ્રેશર કૂકરનો ઉપયોગ કરો ત્યારે તમારે ધ્યાન આપવું પડશે કે તમારે તેમાં યોગ્ય માત્રામાં નાખવું જોઈએ. દાળ, બટાકા કે ચોખા વગેરે નાખ્યા પછી જ પાણી ઉમેરો. જણાવી દઈએ કે કૂકરમાં પાણી ન હોય કે ઓછું પડે તો એવી સ્થિતિમાં સૂકા કૂકરમાં વધુ વરાળ ભરાય છે અને તે ફાટવાનું જોખમ વધી જાય છે.

સફાઇ 
કૂકરનો ઉપયોગ ઘણી વસ્તુ રાંધવા અને બાફવા માટે થાય છે, દરેક પ્રકારનું શાકભાજી કે કઠોળ કૂકરમાં રાંધી શકાય છે, આવી સ્થિતિમાં ભૂલથી ક્યારેક ચોખાના દાણા, કઠોળ જએવું કઈં પણ કુકરની સીટીમાં ફસાઈ  જતું હોય છે. એટલા માટે તમારે કૂકરની સીટીને બરાબર સાફ કરવી જોઈએ. જો સાફ નહીં હોય તો કૂકર ફૂટી શકે છે.

રબડ\રિંગ 
કૂકરના ઢાંકણમાં રબર કે રિંગ ચઢાવેલ હોય છે હેનું કામ વરાળ અને પાણીને બહાર નીકળતા અટકાવવાનું હોય છે. આ ઉપરાંત કુકરની સીટી સમય પર અને આખી વાગે એના માટે પણ આ રબર ઉપયોગી છે. એટલા માટે ખાસ કરીને કુકરનો સારો અને સલામતીવાળો ઉપયોગ કરવા માટે તેને દર ત્રણ મહિને તેને બદલો, નહીં તો કુકર ફાટી શકે છે. 

જૂનું કુકર 
ઘણી વખત લોકો જુના કૂકરનો પણ ઉપયોગ કરતા રહે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કૂકર પણ બગડે છે. આવી સ્થિતિમાં જો તમારા કુકરમાં તિરાડ પડી ગઈ હોય તો તમારે કૂકરનો ઉપયોગ ન કરવો જોઈએ, આનાથી કુકર ફાટવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pressure Cooker Tips pressure cooker કુકર પ્રેશર કુકર Pressure Cooker
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ