બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kasturba Vidyalaya at Merupar village of Halavad taluka in controversy

માનસિક ત્રાસ / હળવદની શાળામાં શિક્ષિકાએ પરીક્ષાના નામે સ્ટુડેન્ટ્સને કર્યા ટોર્ચર, 17 વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી જતાં હોસ્પિટલમાં ખસેડાઈ

Malay

Last Updated: 06:14 PM, 19 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદ તાલુકાના મેરુપર ગામે આવેલી કસ્તુરબા વિદ્યાલય વિવાદમાં આવી છે, શાળાની વિદ્યાર્થિઓને શિક્ષિકાઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના અને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો છે.

  • હળવદની કસ્તુરબા ગાંધી વિદ્યાલય વિવાદમાં
  • પરીક્ષા માટે શિક્ષિકાઓ દ્વારા ધમકી અપાતી હોવાનો આરોપ
  • 17 વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી જતા હોસ્પિટલમાં ખસેડાઈ

હળવદ તાલુકાના મેરુપર ગામે કસ્તુરબા ગાંધી વિદ્યાલય અને હોસ્ટેલ આવેલી છે, આ શાળામાં હળવદના આજુબાજુના ગામની 50 જેટલી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે. ત્યારે શાળાની શિક્ષિકાઓ સામે આક્ષેપો થતાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત એક સાથે 17 જેટલી વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી જતા તેઓને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાને લઇ શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો
 
આ ઘટનાને લઈને વાલીઓ કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, 'ભણાવ્યા વગર પરીક્ષા આપવાનું કહીને શિક્ષિકા ત્રાસ આપી રહી છે. જો પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે તો શિક્ષિકાઓ ફૂટપટ્ટી વડે માર મારે છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થિનીઓ પાસે ઘરના કામ કરાવે છે.'

વિદ્યાર્થિનીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ

કસ્તુરબા ગાંધી વિદ્યાલયના વોર્ડન અમૃતાબેન સોલંકીએ પણ આક્ષેપ કરતા જણાવ્યું કે, '2 ટીચરો દ્વારા આ વિદ્યાર્થિનીઓને ત્રાસ આપવામાં આવતો હોવાથી આ વિદ્યાર્થિનીઓ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. વોર્ડન તરીકે હું પણ કરાર આધારિત નોકરી કરી રહી છું, મને પણ પરેશાન કરવામાં આવી રહી છે.' 

સળગતા સવાલો

વિદ્યાર્થિનીઓને કેમ માનસિક ત્રાસ આપવામાં આવે છે?
ભણાવ્યા વિના શિક્ષિકા પરીક્ષા કેવી રીતે લઇ શકે?
તમારે પરીક્ષા લેવી જ છે, તો ભણાવતા કેમ નથી?
17 વિદ્યાર્થિઓની હાલત માટે જવાબદાર કોણ?
શિક્ષિકા વિદ્યાર્થિનીની તબિયતની જવાબદારી લેશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ