કર્ણાટકમાં સરકાર બનાવવાને લઇને આ છે ભાજપનું આંકડાકીય ગણિત...

By : krupamehta 03:02 PM, 16 May 2018 | Updated : 03:03 PM, 16 May 2018
બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત ના મળવાથી નવી સરકાર બનાવવાને લઇને ચર્ચા ચાલી રહી છે. આ ચૂંટણીમાં 104 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપે યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. 

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કર્યા બાદ એમને કહ્યું કે એ કાલે એટલે કે ગુરુવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. હવે ભાજપનો એવો પ્રયત્ન છે કે કોંગ્રેસ અને જેડીએસ મળીને પણ બહુમત માટે જરૂરી 112 સભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને આપી શક્યા નહીં. જો કે હાલમાં આ બંને દળોએ જેટલી સીટો જીતી છે, એ બહુમતથી પણ વધારે છે. 

બુધવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટીના 4 ધારાસભ્ય પહોંચ્યા નહતા. આ ઉપરાંત જેડીએસના બે વિધાયક પણ પોતાની પાર્ટીછી ગુમ રહ્યા. આ ધારાસભ્યોને ભાજપના સંપર્કમાં હોવાની વાત કહેવામાં આવી રહી છે. એની સાથે જ એક નિર્દલીય વિધાયકે પણ ભાજપને સમર્થન આપ્યું છે. 

તો બીજી બાજુ કુમારસ્વામીએ બે વિધાનસભા સીટોથી જીચ મેળવી છે. જો કે ભાજપ રાજ્યપાલ દ્વારા દબાવ કરશે કે કુમારસ્વામી વિશ્વાસમત પહેલા બે માંથી એક સીટ પર રાજીનામું આપશે. ભાજપ ઇચ્છે છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સૌથી મોટી પાર્ટી એટલે કે ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ અને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે સમય આપે. 

વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના ઓછામાં ઓછા 15 ધારાસભ્યોને ગેરહાજર રાખવાનું પ્લાનિંગ છે. એનાથી સદનમાં સંખ્યા 222થી ઘટીને 207 થઇ જશે. 
 Recent Story

Popular Story