બોલીવુડની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જણાવ્યું હતું કે મારે હવે મનોરંજક ફિલ્મો વધુ કરવી છે. કારણ કે હું એક પુત્રની માતા છું અને મારો પુત્ર મારી ફિલ્મો જુએ ત્યારે એને નિર્દોષ મનોરંજન મળે એેવી મારી ઇચ્છા છે. હાલ કરીનાની ફિલ્મ 'વીરે દી વેડિંગ' રજૂ થવાની તૈયારી છે.
કરીના કપૂર તાજેતરમાં ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરની છે જેમાં સોનમ કપૂરે કરીના કપૂર ખાન સાથે કામ કર્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કરીના પ્રેગનન્ટ થઇ એટલે આ ફિલ્મ વિલંબમાં પડી હતી. એના સર્જકોએ કરીના માતૃત્વને વરે ત્યાં સુધી વાટ જોવાનું પસંદ કર્યુ હતું. કરીનાએ વધુમાં કહ્યું હતું કે હવે મારે વિવિધતાભરી ફિલ્મો કરવી છે પરંતુ એ મનોરંજક હોવી જોઇએ. જેમાં કામ કરવાનો આનંદ આવવો જોઇએ. અત્યાર સુધી એવું જ બનતું રહ્યું છે. કરીના આ ફિલ્મમાં છે એેટલે જરૂર મનોરંજક હશે એવું મારા ચાહકો સતત માનતા રહ્યા છે. એટલે હવે મારે એવીજ ફિલ્મો કરવી છે જે મારા ચાહકોને ગમે એમને મનોરંજન પૂરું પાડે.
આ ઉપરાંત કરીનાએ જણાવ્યું કે મેં ઊડતા પંજાબ જેવી સિરિયસ ફિલ્મ પણ કરી છે.પરંતુ હવે એવી સિરિયસ ફિલ્મો કરવી નથી હવે ફન ફિલ્મો એટલે કે મનોરંજન પૂરું પાડે એવી ફિલ્મો કરવી છે. હાલ એની પાસે થોડીક સ્ક્રીપ્ટ્સ છે જે કરીના વાંચી રહી છે. કરીનાએ જણાવ્યું કે હવે હું વરસે એકાદ ફિલ્મ જ કરીશ. એક સાથે બે ત્રણ ફિલ્મો નહીં કરૂ કારણ કે મારે તૈમુરને પણ પણ સમય આપવાનો છે.