બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / Kankerej Dahod AAP Congress workers Kesaria join bjp

પક્ષપલટો / કાંકરેજમાં 300 તો દાહોદમાં 400થી વધુ AAP-કોંગ્રેસના કાર્યકરોના પાર્ટીને રામ-રામ, કર્યા કેસરિયા

Ajit Jadeja

Last Updated: 02:18 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં કોગ્રેસના સુપડા સાફ થઇ રહ્યા છે. જ્યારે દાહોદમાં પણ કોંગ્રેસ વેરવિખેર થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોગ્રેસના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા

Congress Worker Resigns: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડા પડી રહ્યા છે. પોરબંદરમાં કોગ્રેસના સુપડા સાફ થઇ રહ્યા છે. જ્યારે દાહોદમાં પણ કોંગ્રેસ વેરવિખેર થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોગ્રેસના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે.  કાંકરેજમાં 300 તો દાહોદમાં 400થી વધુ AAP-કોંગ્રેસના કાર્યકરોના પાર્ટીને રામ-રામ કર્યા છે.

પોરબંદર જિલ્લામાં કોંગ્રેસને ફટકો
રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે. કોંગ્રેસના દિગગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો તે સાથે જ પોરબંદરની રાજનીતિમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે. પોરબંદરના લોહાણા વાડી ખાતે અર્જુન મોઢવાડિયાની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં મોટીસંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. આગામી દિવસોમાં આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.  મોટા નેતાના પક્ષપલટાની અસર નાના નેતાઓ અને જિલ્લા સ્તરે થતી હોય છે. આ અસર પોરબંદરમાં જોવા મળી છે.  કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાના પક્ષપલટા બાદ જિલ્લામાં કોગ્રેસના સુપડાસાફ થઇ રહ્યા છે. એક પછી એક કાર્યકરો અને નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. પોરબંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ તેમની પાછળ જાણે કે પોરબંદર કોંગ્રેસ આખુ રાજીનામા તરફ આગળ વધ્યું છે. 

 

પોરબંદર બેઠક પર જંગ રસપ્રદ બનશે
લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર બેઠકનું રાજકિય સમીકરણ જોઇએ તો આ બેઠક પર કોંગ્રેસના મોટા માથા તરીકે અર્જુન મોઢવાડિયા કાર્યરત હતા પરંતુ તેઓ હવે ભાજપમાં ગયા છે પરંતુ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ કરી રહ્યા છે જેનો ફાયદો આગામી લોકસભા  ચૂંટણીમાં ભાજપને થઇ શકે છે. ભાજપના પોરબંદરથી ઉમેદવાર મનસુખ માંડવિયા છે.
લોકસભા ચૂંટણીમાં 2019ના પોરબંદર બેઠકના પરિણામોની વાત કરીએ તો ભાજપે આ બેઠક 2 લાખ 29 હજારના માર્જિનથી જીતી લીધી હતી. આ વખતે રમેશ ધડૂકની ટિકિટ કાપીને  મનસુખ માંડવિયાને બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપ આ સીટના માર્જિનને હજી પણ વધારવા માંગે છે. 

દાહોદમાં કોંગ્રેસને મોટો ઝટકો
દાહોદમાં લોકસભા ચૂંટણી પહેલા 400થી વધુ કોંગ્રેસ અને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મંત્રી બચુ ખાબડની હાજરીમાં તેમણે કેસરિયા કર્યા છે. દિપસિહ ભુરીયા, ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહીતના અગ્રણીની ભાજપમાં એન્ટ્રી થતા કોંગ્રેસનો મજબુત ગઢ તુટી રહ્યો છે.

કોંગ્રેસના ગઢ ગણાતા સાયલામાં ગાબડું 
સુરેન્દ્રનગરના સાયલામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. કોંગ્રેસના રૈયાભાઈ રાઠોડ ભાજપમાં જોડાશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપતા તેમને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જેને લઇને 500 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એક તરફ રાજ્યમાં રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ છોડી રહ્યા છે.

વધુ વાંચોઃલોકસભા પહેલા કોંગ્રેસ સાફ: વધુ એક પૂર્વ ધારાસભ્યની ભાજપમાં એન્ટ્રી, અમરેલી, પોરબંદરમાં પણ મોટું ભંગાણ

લોકસભાની ચૂંટણી પહેલા કાંકરેજ કોંગ્રેસના ગઢમાં ગાબડું
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ તેમજ આપ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કોંગ્રેસ તેમજ આપ સહિતનાં 300 જેટલા કાર્યકરોએ  ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કાંકરેજ ખાતે આજે ભરતસિંહ ડાભીનાં સમર્થનમાં ભાજપની બેઠક યોજાઇ હતી. દુગાવાડા હનુમાન મંદિરે મળેલી ભાજપની બેઠક દરમ્યાન 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપે ભરતસિંહ  ડાભીને રીપીટ કર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ