બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Kananga Ranaut shared statement of Yogi Aditya Nath on social media

UP Election 2022 / એમની ફિલ્મ અવશ્ય જોઈશ: કંગના રણૌતનાં ફેન બન્યા UP CM યોગી, કહી આવી વાત

Khyati

Last Updated: 12:41 PM, 13 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રણૌતે સોશિયલ મીડિયામાં યોગી આદિત્યનાથની એક ક્લિપ કરી શેર, જેમાં યોગીજી કહી રહ્યા છે કે કંગનાજીની ફિલ્મ હું ચોક્કસ જોઇશ

  • કંગના રનૌતના ફેન ફોલોઇંગમાં જોડાયુ આ એક નામ
  • યોગી આદિત્યનાથે કંગનાને લઇને કહી આ વાત
  • સોશિયલ મીડિયામાં કંગનાએ યોગીજીને કર્યા ટેગ 

બોલિવૂડ ક્વિન ગણાતી અભિનેત્રી એટલે કંગના રણૌત. કંગના પોતાના અભિનયની સાથે સાથે બિંન્દાસપણુ અને પોતાના સ્પષ્ટ શબ્દોને લઇને હંમેશા લાઇમ લાઇટમાં રહે છે.ત્યારે ફરી એકવાર કંગના લાઇમલાઇટમાં આવી ગઇ છે એને તે પણ યુપી સીએમ યોગી આદિત્યનાથને કારણે. જી. હા આપ સૌ જાણીએ છીએ કે કંગના રનૌત દેશપ્રેમી છે તે અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરતી રહે છે. દેશ વિરોધી તત્વો હોય કે પછી દેશ વિશેની વાત હોય તે હંમેશા પોતાનો મત સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતી જોવા મળે છે.  બોલિવુ઼ડમાં કંગનાના ઘણા દુશ્મનો છે પણ ફેન ફોલોઇંગ તેની ઘણી જ વધારે છે  પરંતુ હવે આ લિસ્ટમાં વધુ એક ખાસ નામ જોડાઇ ગયુ છે અને તે નામ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.

યોગી આદિત્યનાથના એક નિવેદનથી કંગના રનૌત ચર્ચામાં

અભિનેત્રી કંગના રણૌતે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં યોગી આદિત્યનાથ કહે છે કે દુનિયાની ફિલ્મ સિટી શ્રેષ્ઠ ફિલ્મ સિટી બનશે. ત્યારે એક વાતના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે "હું કંગનાજીની ફિલ્મ ચોક્કસ જોઈશ". આ વીડિયો ક્લિપને કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી સાથે શેરી કરી છે. કંગના રનૌતે લખ્યું, 'મહારાજ જી'. આ સાથે તેણે યોગી આદિત્યનાથને પણ ટેગ કર્યા છે.

કંગના સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રણૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની પોસ્ટ્સથી બધાનું ધ્યાન ખેંચે છે. તમને જણાવી દઈએ કે કંગના પણ ઘણી વખત બીજેપીના સમર્થનમાં ટ્વીટ કરતી રહે છે અને ઘણી વખત બીજેપી વિશેના તેના ટ્વીટ અને નિવેદનો ખૂબ વાયરલ થઈ જાય છે. હાલમાં જ કંગના ખેડૂતો પર પોતાના ટ્વિટને કારણે ચર્ચામાં આવી હતી. આ સિવાય તેણે દેશની આઝાદી અંગે પણ નિવેદન આપ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.

તેજસ ફિલ્મને લઇને ચર્ચામાં કંગના

કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'પંગા' અને 'થલાઈવી'માં જોવા મળી હતી. ફિલ્મ 'પંગા'માં ફરી કબડ્ડી ચેમ્પિયન બનવાની વાર્તા દર્શાવવામાં આવી છે, જ્યારે 'થલાઈવી'માં કંગનાએ જયલલિતાની ભૂમિકા ભજવી હતી. હવે કંગના તેની આગામી ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ