બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Kajol will be seen in a short film in the coming days watching the trailer on YouTube and thinking

બોલિવૂડ / કાજોલ આવનારા સમયમાં શોર્ટ ફિલ્મમાં જોવા મળશે, યુટ્યુબ પર ટ્રેલર જોઈને વિચારમાં પડી જશો

Intern

Last Updated: 08:08 PM, 25 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાજોલ હવે આવનારા સમયમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. શોર્ટ ફિલ્મ "દેવી"નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મહિલાઓના જીવનના સંઘર્ષ અને મુશ્કેલીઓને દર્શાવવામાં આવે છે. અને આ ફિલ્મમાં 9 મહિલાઓ અલગ અલગ રૂપમાં અને અલગ અલગ વિચારધારાઓ વાળી જોવા મળશે

કાજોલ હવે આવનારા સમયમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. શોર્ટ ફિલ્મ "દેવી"નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મહિલાઓના જીવનના સંઘર્ષ અને મુશ્કેલીઓને દર્શાવવામાં આવે છે. અને આ ફિલ્મમાં 9 મહિલાઓ અલગ અલગ રૂપમાં અને અલગ અલગ વિચારધારાઓ વાળી જોવા મળશે. આ ફિલ્મમાં કાજોલ સાથે નેહા ધૂપિયા અને શ્રુતિ હસન પણ જોવા મળશે. 

હવે દેવી શોર્ટ ફિલ્મમાં જોવાનું તે રહેશે કે આખરે આ મહિલાઓ એક રૂમમાં કેમ રહે છે અને આ ફિલ્મ શું દર્શાવવા માંગે છે. 1 મિનિટથી પણ ઓછા સમયનું આ ટ્રેલર દર્શકોને વિચારવા માટે મજબુર કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

9 fierce women, 9 different backgrounds, 1 stark reality. Here’s a glimpse of what happens when these women are put together in a room! Stay tuned for our short film, #Devi on 2nd March on @largeshortfilms (Link in bio) @electricapplese @shrutzhaasan @neenakulkarni @nehadhupia @muktabarve @raghuvanshishivani @yashaswinidayama #sandhyamhatre #ramajoshi @ashesinwind @ryanivanstephen @indianstorytellers @rumifiedritika @priyankabans @iyengar_sriram @sujeet.s.sawant #savitasingh @rohitrchaturvedi @think_ink_communications @marchingants_ . . . . #Devi #shortfilm #electricapplesentertainment #bollywood #safetyforwomen #girlpower #kajol #shrutihassan #nehadhupia #neenakulkarni #muktabarve

A post shared by Kajol Devgan (@kajol) on

ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે કે નવ મહિલાઓ એક જ રૂમમાં બંધ છે અને તેઓ ભારતના અલગ - અલગ રાજ્યમાંથી આવે છે . તેઓ એકબીજા સાથે ઝઘડો કરે છે . કાજોલ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે છે અને તે મધ્યસ્થી તરીકે જોવા મળે છે.

 

ઉલ્લેખનીય છે કે શોર્ટ ફિલ્મમાં કાજોલ ઉપરાંત શ્રુતિ હસન , નેહા ધૂપિયા , નીના કુલકર્ણી , મુક્તા બાર્વે , સંધ્યા મ્હાત્રે , રમા જોષી , શિવાની રઘુવંશી તથા યશસ્વીની દયામા જોવા મળે છે . આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે અને ઈલેક્ટ્રિક એન્ટરટેઈન્મેન્ટ લાર્જ શોર્ટ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે . આ શોર્ટ ફિલ્મ 2 માર્ચે રીલીઝ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Neha Dhupia Shruti Hasan kajol કાજોલ નેહા ધૂપિયા બોલિવૂડ શ્રુતિ હસન Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ