બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kailash vijayvargiya nationality workers poha eating habits congress

વિવાદ / વિજયવર્ગીયના નિવેદન પર કોંગ્રેસનો ટોણો, Sorry પૌવા...તમારે પણ નાગરિકતાના કાગળ દેખાડવા પડશે

Kavan

Last Updated: 08:24 PM, 24 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરને લઇને વિવાદ વચ્ચે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદન બાદ બબાલ મચી ગઇ છે. જેમાં તેમણે પૌવા ખાવાના ઢંગથી શ્રમિકોને બાંગ્લાદેશી ગણાવ્યા હતા. કોંગ્રેસે કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદનના આ નિવેદનને લઇને ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી.

  • પૌવા પર જામી રાજનીતિ 
  • ભાજપ નેતાના નિવેદન બાદ છંછેડાયો વિવાદ 

છત્તીસગઢ કોંગ્રેસે પૌવાની તસવીર ટ્વીટ કરીને લખ્યું કે, 'ડિયર પૌવા, અમને ખૂબ જ દુ:ખ છે. તમારે હવે તમારા નાગરિકત્વના કાગળો પણ બતાવવા પડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું, 'પૌવા માલવાની વાનગી છે ને? તેમણે કેવી રીતે ઓળખ્યા કે તે બાંગ્લાદેશી છે? મધ્યપ્રદેશમાં માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ત્યારથી કૈલાસ વિજયવર્ગીય ખૂબ નારાજ છે.

કોંગ્રેસી નેતાએ કર્યા પ્રહાર 

કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું, 'વડા પ્રધાનને કપડાથી ઓળખવામાં આવે છે. કૈલાસ વિજયવર્ગીય પૌવાથી ઓળખી લે છે, કેટલાક કપડાથી ઓળખાવી રહ્યાં છે, તો કેટલાક ખોરાકથી ઓળખાવી રહ્યા છે. તેમને જાસૂસોની જરૂર નથી. પોતાને પૂરતા છે. તે પોતાનાથી જ પર્યાપ્ત છે. 

કૈલાસ વિજયવર્ગીયના નિવેદથી વિવાદ 

કૈલાસ વિજયવર્ગીયના નિવેદન પર કોંગ્રેસે ભાજપને ચારેબાજુથી ઘેરી લીધો હતો. કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે વિજયવર્ગીયાનું નિવેદન દર્શાવે છે કે સરકાર લોકોના ભોજન પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે બધા ભારતીય પૌવા ખાય છે.

તેમણે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બાંધકામમાં જોડાયેલા શ્રમિકો શું ખાઈ રહ્યા છે તે વિશે આ પ્રકારનું નિવેદન આપી શકે છે, તેમને ખાવાનું જોઇને લાગે છે તેઓ ઘૂસણખોર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CAA Kailash Vijayvargiya NRC Poha કૈલાશ વિજયવર્ગીય ગુજરાતી ન્યૂઝ પૌવા kailash vijayvargiya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ