બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ધર્મ / jupiter and saturn swing after 397 years

ખગોળ / 21મી ડિસેમ્બર 2020ના રોજ 397 વર્ષ પછી ગુરુ અને શનિ દુર્લભ સંયોગ

Gayatri

Last Updated: 10:29 AM, 19 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 ડિસેમ્બરના સોમવારે વર્ષની સૌથી લાંબી રાત્રિ હોવાની સાથે જ ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક રહેશે. તારામંડળમાં 397 વર્ષ પછી થનારી ‘ધ ગ્રેટ કંજંક્શન’નીઆ ઘટના ટેલિસ્કોપ થકી એક જ લેન્સમાં જોઈ શકાશે.

  • બે ગ્રહોનું એકબીજા નજીક આવવું એ ઘણી દુર્લભ ઘટના
  • ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે
  • 397 વર્ષ પછીનું સૌથી નજીકનું કંજંક્શન
     

 21 ડિસેમ્બરે વર્ષની સૌથી લાંબી રાત્રિ રહેશે. તે સાથે જ આખું વિશ્વ સદીઓમાં એક એવું ગુરુ અને શનિનું કજંક્શન એટલે કે જોડાણ નિહાળશે. આ ઘટનાને વિશ્વભરમાં ‘ધ ગ્રેટ કજંક્શન’, ‘ધ ક્રિસમસ સ્ટાર’ કે પછી ‘ધ સ્ટાર ઓફ બેથ્લેહામ’ તરીકે ઓળખવામાં આવે છે.

ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે

21 ડિસેમ્બરના સોમવારે સાંજે 6.30થી 7.30 વાગ્યાનો સમય ખગોળશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રના ઉત્સાહિતો માટે એક ઐતિહાસિક અને દુર્લભ ઘટના લઇને આવશે. આ સમયગાળા દરમિયાન ગુરુ અને શનિ ગ્રહ એકબીજાની સૌથી નજીક આવશે. માનવ ઇતિહાસમાં લગભગ પહેલીવાર આટલા નજીકના જોડાણની ઘટના બનશે. આ ઘટનાને ટેલિસ્કોપ થકી એક જ લેન્સમાં જોઇ શકાશે.

બે ગ્રહોનું એકબીજા નજીક આવવું એ ઘણી દુર્લભ ઘટના

ખગોળશાસ્ત્રમાં કંજંક્શન એટલે કે જોડાણ એ એવી ખગોળીય ઘટના છે, જેમાં પૃથ્વીના સાપેક્ષો બે કે વધુ ખગોળીય વસ્તુ (જેમ કે ચંદ્ર, ગ્રહો વગેરે) એકબીજાની નજીક આવે છે. આ ખગોળીય વસ્તુઓ ભૌતિક રીતે એકબીજાથી નજીક ભલે ન આવે પણ પૃથ્વી પરથી જોનારી વ્યક્તિ માટે તેઓ નજીક હોય છે. આખા વર્ષ દરમિયાન ચંદ્ર બીજા ગ્રહો અને તારાઓ નજીક થાય છે. આ ઘટનાઓને પણ કજંક્શન કહેવાય છે પરંતુ આ રીતે બે ગ્રહોનું એકબીજા નજીક આવવું એ ઘણી દુર્લભ ઘટના કહી શકાય.

397 વર્ષ પછીનું સૌથી નજીકનું કંજંક્શન

આ પહેલા 1226 અને 1633ની સાલમાં ગુરુ-શનિનો દુર્લભ મેળાપ થયો હતો. ખગોળશાસ્ત્રના તજજ્ઞોએ ઉમેર્યું હતું કે, 21 ડિસેમ્બરના રોજ થનારું કંજંક્શન દર 20 વર્ષે થાય છે. છેલ્લું કંજંક્શન 2000ની સાલમાં થયું હતું પરંતુ તેમાં ગુરુ અને શનિનું અંતર અલગ હતું. 21 ડિસેમ્બરે થનારું ગ્રેટ કંજંક્શન વર્ષ 1633 એટલે કે 397 વર્ષ પછીનું સૌથી નજીકનું કંજંક્શન છે.

ખગોળશાસ્ત્રીઓમાં કુતૂહલ

જ્યારે 1226 એટલે કે 794 વર્ષ પછીનું જોઈ શકાય એવું સૌથી નજીકનું કંજંક્શન છે. 1623ની સાલમાં પણ આ પ્રકારનું કંજંક્શન થયું હતું પરંતુ તે જોઈ શકાયું ન હતું. આમ, સામાન્ય પણે દર વર્ષે 21 ડિસેમ્બરની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ કહેવાય છે પરંતુ તે સાથે ચાલુ વર્ષે ગુરુ અને શનિ ગ્રહનો દુર્લભ મેળાપ થવાનો હોય ખગોળશાસ્ત્રીઓમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ